________________
૧૫૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ...! નિર્દોષ અંતઃકરણ હોવું એ કોઈ સામાન્ય વાત નથી. ઘણી અસાધારણ સિદ્ધિ છે એ તો... નિર્દોષ અંતઃકરણમાં જીવનનું ઘણું હિત સમાયેલું છે. કોઈ ભૌતિકસુખોમાં તાકાત નથી કે પવિત્રહ્રદય જેવું ઉમદાસુખ આપી શકે.
©`
માણસ જો ખરે જ અનુભવ પાઠ લેવા જ માંગતો હોય તો પોતાના જ વ્યતીત જીવનના અગણિત પાસાઓ – તટસ્થ પ્રેક્ષકની અદાથી – નીહાળી લે. જરૂર એને અનુભવના થોકના થોક એમાંથી અહર્નિશ સાંપડતા રહેશે.
જીવનના જીવંત અનુભવોમાંથી જે બોધપાઠ નથી લેતો એ શાસ્ત્રોમાંથી બોધપાઠ લેશે કે અન્યત્ર ક્યાંયથી બોધપાઠ ગ્રહણ ક૨શે એ વાતમાં કોઈ ખાસ વજૂદ નથી. અનુભવો પરથી ય વૈરાગ્ય ન પામનાર, કોઈના ઉપદેશથી શું પામશે ? કંઈ નહીં.
70
કદ્મ સે કમ પ્રોઢાવસ્થામાં તો માનવી સ્વતઃ પ્રાજ્ઞ થઈ જવો ઘટે. મોટી ઉંમરે પણ જેના અંતરમાંથી તત્ત્વજ્ઞાન ઉઘડતું નથી એ માનવી હૈયાહૂનો છે. સહ્રદય માનવી જગતસ્થિતિ નિહાળતા, સ્વતઃ તત્ત્વજ્ઞ બની જ રહે એવું છે.
ભાઈ....! આ જગતનું સ્વરૂપ જ એવું જાલિમ છે કે એને વિલોકતા વિચારવાન જીવને સહેજે વૈરાગ્ય ઊપજે. મળેલા દુર્લભ મનુષ્યજન્મનો માનવો કેવો કરૂણ ફેજ બોલાવી રહ્યા છે ? મહાન વિચારશક્તિનો પરમ સવ્યય કોને સૂઝે છે ?
ભાઈ....! જગત તો જેવું છે તેવું જ સદાકાળ રહેવાનું છે. તીર્થંકરો કે પયંગબરો પણ એને બદલાવી શક્યા નહીં. જગત કદીય સુધરવાનું નથી. તું તારો દૃષ્ટિકોણ પલટાવી નાખ... તો તું તો ખચીત સુખી સુખી થઈ જઈશ.
જગતને કે કોઈને પલટાવવાની મંછા રાખીશ તો કાળાંતરે તને તીવ્ર હતાશા અને ખેદ જ લાધશે. તારી જાતને જ પલટાવી નાખવા શ્રમ કરીશ તો ચોક્કસ તને અલૌકિક પ્રસન્નતા અને અલૌકિક તૃપ્તિધારા લાધશે.