SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈપણ ઘટના સાંભવવામાં જો કે ઘણા કારણો કામ કરતાં હોય છે. તો પણ પોતાની કોઈ ભૂલ કે પોતાનો કોઈ અવળો પુરુષાર્થ તો એમાં કારણ નથી ને ? એ સાધુચરિત આત્મા બારીકાઈથી તપાસી જુએ છે. ૧૫૪ 70 સાધુચરિત આત્મા પોતાની નાની ભૂલને પણ તીવ્રપણે લક્ષમાં લે છે અને બીજાની મોટી ભૂલને પણ સાહજિકતાથી લક્ષમાં લે છે. બીજો ભૂલ સ્વીકારવા-સમજવા કે સુધારવા તૈયાર ન થાય તો પણ એને ક્ષમ્ય લેખે છે. 77@> સંતજન સામાને કારણે પોતાને પાર વગરની હાની થતી હોય તો પણ રોષ કરતાં નથી. ઉલ્ટું, પોતાને કારણે સામાને થોડી પણ હાની ન થાય એની કાળજી રાખે છે. સંતહ્રદયની અખંડ પ્રસન્નતાનું એક કારણ આ પણ છે. DONT મેં આટઆટલી ભલાઈ કરી...તો ય સામો કેમ બૂરાઈ દાખવે છે એવો સવાલ સજ્જનપુરુષે કરવો ઘટે નહીં. એણે એવો ખ્યાલ પણ દિમાગમાં રાખવો ઘટે નહીં. કારણ એ ખ્યાલમાંથી આક્રોશ ને પ્રતિવૈરનો જન્મ થાય છે. ONE પોતાને એકદમ સંત પણ માની લેવા નહીં. અવકાશ તો જરૂર રાખવો કે પોતાની પણ ઓછીવત્તી ભૂલ હોય શકે છે. ખરે જ ભાઈ, પોતાની ભૂલનું દર્શન થવું ઘણું દુર્ઘટ છે. હરામી મન પોતાની ભૂલ કબૂલવા ય તત્પર નથી. 0 ભૂલ સુધારવી અઘરી નથીઃ સમજવી જ અઘરી છે. અથાગ પ્રયત્ન કરો ત્યારે તમારી ભૂલો તમે દેખીપેખી શકો. પ્રથમ તો તમારી તત્પરત હોવી ઘટે, ભૂલ સંશોધવાની. તમે તમને નિર્મૂલ જ માનતા હો તો કોઈ ઉપાય જ નથી. @ ભાઈ...! ભલા હ્રદયનું જે સુખ છે એવું સુખ બીજું એકપણ નથી. પોતે જેટલો ભૂલરહિત હશે જેટલો નિર્દોષ હશે – એટલું ઉમદાહ્રદય ધરાવી શકશે. હળવું ફૂલ જેવું હ્રદય હશે તો જે સુખ પોતે અનુભવી શકશે એ સુખ અદ્વિતિય હશે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy