SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૯ જીવન કેટલું રહસ્યમયી છે...? એમાં જાણ્યું કરતા અજાણ્યું પારાવાર રહી જાય છે. અરે એના રહસ્યનો તાગ મેળવવા મથનાર પણ બહુ અલ્પ જ તાગ મેળવી શકે છે. ઉલ્ટુ જેમ જેમ તાગ મેળવવા મથો એમ એ અનંત ૨હસ્યમયી કળાતું જાય છે. 0 જીવન વિશે માનવી મનોમન સમીક્ષા કરે કે આ સાચું ને આ ખોટું...' ઠીક છે, પણ જીવનનું ગણિત ઘણું અકળ છે. ભૂલો કરીનેય માનવી મોંઘો અનુભવ મેળવે છેઃ નમ્ર બને છેઃ (પ્રાયશ્ચિત વડે) વિશેષ શુદ્ધ બને છે. ગંદા કીચડમાંથીય કમળ ખીલે જ છે ને ? 70 પ્રભુ ! આવડા મોટા વિરાટ જીવનમાં મેં તને કેટકેટલીય રૂડી ને રમ્યભવ્ય પ્રાર્થનાઓ કરી છે ? તું જાણે મારા હૈયામાં વિરાજતો હો એમ તારી સાથે અગણિત ગરવી ગોઠડીઓ મેં કરી છે... મારી જીગરની ગહનગંભીર પ્રાર્થનાઓ તું ભૂલી તો નહીં જ ગયો હો... 0 જીવની સ્થિતિ એવી મોહ મૂઢ છે કે ન રાચવાની જગ્યાએ એ પાર વગરનો રાચેલ છે. કેવી કેવી તુચ્છ બાબતોમાંય એ કેવી તીવ્રતાથી રાચે-માચે છે ! અને ખરેખર જ્યાં રાચવા જેવું છે ત્યાં એ તદ્દન નહીવત્ જ રાચેલ છે – આમા જીવનું મહાન ઉત્થાન થાય ક્યાંથી ? 0 ચિત્ત જ્યારે વિભાવરસના ચકરાવે ચઢયું હોય ને એથી અતિશય ડામોડોળ થઈ ચૂકેલ હોય ત્યારે એવી વેળાએ પરિણમન સુધારવાનો આયાસ કારગત નીવડવાનો સંભવ બહુ ઓછો છે - માટે એવો આયાસ કરવાને બદલે વિશ્રામમાં આવી સૂનમૂન રહેવાની જરૂર છે. ઘણીવાર થોડા કાળ માટે સાવ શાંત-નિષ્ક્રિય થઈ જવાથી ડહોળાયેલું પરિણમન આપોઆપ સુધરે છે. પરિણામ સુધારવાનો આયાસ વ્યગ્રતા ઊપજાવે છે જ્યારે પ્રશાંત થઈ જવાથી મનનો મિથ્યા વેગઆવેગ ટાઢો પડે છે. એ પછી નિર્મળ સૂઝ ઉગવા અવકાશ બને છે. 0 ચિત્તવૃત્તિને ઠાર્યા પછી – પરમ ઉપશાંત કર્યા પછી – જે સાધના સંભવશે એ ખરેખર ઉત્તમકક્ષાની થશે. કેટલીક વેળા ચિત્તને કાબૂમાં લેવા જતા એનો ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે ‘ઉપેક્ષાભાવ’ ધરી થોડો સમય એના ઉધામા શમવાની વાટ જોવી હિતાવહ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy