________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જ્ઞાની તો સાક્ષીમાત્ર છે: પ્રવર્તતા તમામ ભાવોનાં એ પ્રેક્ષકમાત્ર છે. – કોઈ ભાવોનાં એ એતરંગથી કર્તાહર્તા નથી. પોતાવડે પ્રસરતા ઉપદેશનાં પણ એ સાક્ષી બની રહે છે. જ્ઞાની એક અર્થમાં શુદ્ધ ચૈતન્ય’ જ છે. ‘કેવળ સર્વનાં સાક્ષી’.
કોઈને સ્વહીતની ગરજ હોય તો એ જ્ઞાની પાસે આવેઃ જ્ઞાનીને કોઈ આવે કે જાય એની સ્પૃહા નથીઃ એમની આત્મમસ્તિ કોઈનાં આવાગમન કે આલંબન ઉપર નિર્ભર નથી. પૂરા આત્મમસ્ત છે એ તો. જ્ઞાનીને કોઈનાં પણ સંગની અંતરંગમાં કિંચિત્ પણ સ્પૃહા નથી.
©
નાથ ! જીવનમાં હું કેટલીય વેળા ભૂલ્યો હોઈશ. – ભૂલ્યો ત્યારે ભીંત પણ ભૂલ્યો હોઈશ. પણ. મારી પીઠ જેમ મને નથી બતાતી; તેમ મારી ભૂલો મને બતાતી નથી. નાથ ! તું મને મારી ભૂલોનું સ્પષ્ટ દર્શન કરાવ. એટલું જ આજનાં દિવસે માંગુ છું.
-
જીવને આત્મા સિવાય બીજાં સ્ત્રી – સંપત્તિ – મકાન ઇત્યાદિ વસ્તુઓ રૂચે છે એનું કારણ એ નથી કે એ વસ્તુઓ મહિમાપૂર્ણ છે; પરંતુ જીવે ભૂતકાળમાં અજ્ઞાનભાવે જે કાંઈ રુચિ-અરુચિના સંસ્કારો અંતરમાં રોપ્યા છે એના સંમોહનવશ ગમો-અણગમો થાય છે.
0
આત્મા સિવાય કોઈપણ પદાર્થમાં મહત્તા ભાસે છે એ નિશ્ચયે પૂર્વે પરિસેવેલ ભ્રાંતિનું જ પરિણામ છે. ગાઢ અધ્યાસના કારણે તમામ તુચ્છ ચીજો મૂલ્યવાન ભાસે છે, પણ એ કેવલ આભાસ છે. ત્રણભુવનમાં સ્વાત્મા સિવાય કોઈ પદાર્થ મહિમા કે પ્રીતિ કરવા લાયક છે નહીં.
70
`તૃપ્ત થવું' એ મનના સ્વભાવમાં જ નથી, તમે કેટલું આપશો તો મન ‘હાશ, હવે સંતોષ' – એમ કહેશે ? મનની માંગ તમે પૂરી કરવા મથતા હો તો મથોઃ પણ ન ભૂલો, મન ક્યારેય ‘હવે બસ' કહેનાર નથી. ઉલ્ટું, જેટલું વધુ આપો એટલું વધુને વધુ માંગનારી એ જાત છે.
70
હે સાથક ! સાધનાયાત્રાનો આરંભ તે કેવા ઉદ્દેશથી કર્યો હતો ? – એ ઉદ્દેશપૂર્તિ કેટલી થઈ ? એ ઉદ્દેશ નિરંતર તારી નજર સમક્ષ રહે છે ? ઉદ્દેશપૂર્તિ માટે તે જે સાધન-ઉપાય અજમાવેલ છે તે યથાર્થ છે ? તારા વિચાર, વાણી, વર્તન એ ઉદ્દેશને અનુરૂપ છે ખરા ?
味