________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રતિભ્રમથી જીવ કાચના કટકાઓને રત્ન માની એમાં ગાઢ પૂછ-આસક્તિ કરી રહ્યો છે. તુચ્છ વસ્તુમાં મૂછ કરી એનો સંગ્રહ કરી રહ્યો છે અને પરમ પદાર્થ ગ્રહતો-સંગ્રહતો નથી. છતાં પણ મૂઢપણે વિપુલ કમાણી કરી માની, મનોમન મલકાય છે !
હે જીવ ! હોશમાં આવ... બેહોશી ત્યાગ... કેટલું લૂંટાવું છે તારે ?.. મોહના કારણે તું દિનરાતનિશદિન લુંટાય રહ્યો છે... હવે તો ખામોશ થા... હવે તો ખમવાનું કર... હવે તો વિવેક જગાવી હોશમાં આવ.
©OS કેવી બૂરી તરહ લૂંટાયો છે આ જીવ, – એનું એને ભાન સુદ્ધાં નથી ! સાવ દેવાળીયો થઈ જવા છતાં મોહમૂઢ જીવ મારગ બદલવા તૈયાર નથી ! એના જ્ઞાનચક્ષુ નથી ખુલતા તે નથી જ ખુલતા ' મૂઢ જીવ ! હવે તો હોશમાં આવ.
હે નાથ ! નિરંતર આયાસ કરી કરી થાકું છું તો પણ મારા કર્તવ્યની સ્પષ્ટ રૂપરેખા બનતી નથી. ખરેખર મારૂં કર્તવ્ય શું છે એ સમજી બાકી બધુ મારે પરિહરી દેવું છે. મારું આત્મગત કર્તવ્ય શું છે અને મારૂં સમષ્ટિગત કર્તવ્ય શું છે એ પિછાણી મારે અન્ય સર્વ ઉત્પાત ભૂલી કર્તવ્યલીન થઈ જવું છે.
આજનો માનવી કેટકેટલી જાણકારી મેળવે છે ? – શું ખરેખર આટલી બધી જાણકારીઓ મેળવવી જરૂરી છે ? કે પછી ખરેખરૂં જાણવા યોગ્ય: આ બધી જાણકારીની ભીડમાં રહી જાય છે.” અતી અનિવાર્ય એટલી જ જાણકારીનો બોજ માનવી ત્યે તો કેવો હળવો રહી શકે ?
આત્માના આસ્વાદથી અહર્નિશ રસવીભોર ન રહેવાતું હોય તો આત્મા જાણ્યો શું કહેવાય ? આવો અમુલખ પદાર્થ જાણ્યા પછી એમાં લયલીન ન રહેવાય એવું બને જ કેમ ? જાણ્યો તે તો એમાં જ રમમાણ થઈ ચૂક્યા... એકતાન થઈ ચૂક્યા.
અધ્યયન કરનાર, પોતાને જ વિષયવસ્તુ બનાવી, પોતા વિષયક માહિતી સંપાદિત કરવા તત્પર બને કે ‘હું પોતે પોતાને ન પિછાણું !” – આ કેમ ચાલે ? હું કોણ ? મારૂં કર્તવ્ય શું? પ્રાપ્તવ્ય શું? મારૂં ક્યું ઠેકાણું છે – ક્યાં જવાનું છે મારે ? ઇત્યાદિ ગહન ગવેષણા અહર્નિશ કરવી ઘટે.