________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૩
=
=
સત્સંગી વ્યક્તિ – કે જેણે સત્સંગ પચાવ્યો હોય છે એ – સંસાર સુપેઠે ચલાવવા કદી સમર્થ રહેતી નથી. - કારણ એવો રાગ ક્ષીણપ્રાય: થઈ ચૂક્યો હોય; સંસાર કાર્યોમાં એમનો પ્રતાપ ખાસ જણાતો નથી. એમાં બાહોશી બતાવવાની મંછા ય મરી પરવારી હોય છે.
આત્મજ્ઞાની-ધ્યાની પુરુષો સંસાર ચલાવવા કાયર જેવા થઈ જાય છે. એમનું તમામ સત્વ અને સામર્થ્ય આત્મહિતની જ દરકારમાં વપરાતું હોય છે. વળી, સંસારનો એવો કોઈ રસ પણ નથી કે સંસારના સુદ્રાકાર્યો કરવા વિર્ય એવું ઉલ્લસીત થઈ ઉછળી શકે.
જ્ઞાનીઓએ ‘અભય' અખેદ', “અદ્વેષને સાધનાની પાયાની ભૂમિકારૂપે જરૂરી ગણેલ છે. સાધકની મનોદશો જ એવી હોવી ઘટે કે કોઈ વાતનો ભય નહીં.ખેદ નહીં-દ્વેષ નહીં. અર્થાત્ અરુચિનો ભાવ નહીં. સાધક તો નિર્ભયમ ખૂમારી ને નિજાનંદથી છલકાતો હોય.
ઘણું કરીને. દેહ એનો ભાવ ભજવ્યા વિના રહેતો નથી. રોગ-જરા કમજોરી ને ઈન્દ્રિયોની તેજહીનતા ઇત્યાદિ ભાવો એના કાળે બને જ છે. આંખ, કાન, હાથ, પગ આદિ અવયવો બરાબર કાર્ય કરે ત્યાં સુધી ઠીક છે – પણ દેહનો ભરોસો કરવા યોગ્ય નથી.
જON દેહના દુઃખ-દર્દને દૂર કરવા જીવ તાતો પુરુષાર્થ કરે છે. તદર્થ અપાર વલખાં મારે છે. પણ આત્માના દુઃખ-દર્દ પિછાણવા ય કોશિશ કરતો નથી ! આ જ જીવનો દેહાધ્યાસ છે. અનંત જન્મો દેહની કાળજી તો કરી: આ જન્મે આત્માની તમા રાખવાનું બને તો ? અનંતભાવી ઉજમાળ થઈ જાય.
દેહની પ્રતિકૂળતામાં આત્મહિત ન જ થઈ શકે એવું નથી. અલબત લક્ષ દેહના વિચારો પરથી હટાવી આત્મચિંતનમાં જોડી દેવું પડે. જીંદગીભર સારો એવો સત્સંગ કર્યો હોય; સારું એવું આત્મહિત સાધ્યું હોય તો રોગાદિ વેળાએ પણ આત્મહિતમાં ડૂબી શકાય.
જ©OS માંદગી તો મનને શાંત-સ્થિર-શુદ્ધ અને આત્મલીન બનાવવાનો રૂડો અવસર છે. એમાં કોઈ ખોટી હાયવોય ન કરતાં, સમભાવમાં રહેવાય અને બની શકે એટલું તત્ત્વચિંતન થાય તો જીવ પણ આનંદમાં આવે ને માંદગી આત્મકમાણીનો અપૂર્વ અવસર બની જાય.