SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૯ અહાહા, ચૈતન્ય કેવો ભવ્ય પદાર્થ છે... અનંતકાળ તો એ હીનમાં હો એવી નિગોદ અવસ્થામાં રહ્યો...અનંતવાર નરકના ભીષણમાં ભીષણ દુઃખમાં રહ્યો...રે...તોય એની જ્ઞાનશક્તિ બુદ્ધિ નથી થઈ ગઈ ને આજે પણ એવી તીક્ષ્ણ ધારદાર છે !!! મલયગીરીના ચંદનવનની સમીપ જતા જ જેમ શીતળ-સુગંધી વાયુનો અનુભવ થવા લાગે એમ પોતાના સનાતન-શાશ્વત અસ્તિત્વની સન્મુખ થતા જ ગહનશાંતિની અપૂર્વધારા અનુભવાવા લાગે છે તો ‘તદ્રુપ-અનુભવ' તો છાનો કેમ જ રહે ? ચૈતન્યદર્શનની ચીરપ્રતિક્ષામાં... જ્યારે વિચારો શાંત થઈ મને સાવ સ્તબ્ધ થઈ જાય છે – અને સહસા પોતાની મૂળ હસ્તીનું ભાન દિપ્ત થાય છે ત્યારે આત્માના અચરજનો કોઈ સુમાર રહેતો નથી કે અહાહા, હું કેવો કહેવાઉં – મને ખુદને જ ભૂલી ગએલ !? આપણે આપણને નામ-રૂપવંત માની લીધેલ છે એ જ મોટી બાધા છે. નામ, રૂપ અને એની આસપાસ ખડી થએલ વ્યક્તિત્વના અહની દિવાલ જ ખરી અસ્તિ દેખવા-પખવા દેતી નથી.આપણે સાવ ભૂલી ગએલ છીએ કે આપણે તો અરૂપી તત્વ છીએ. બીજું બધું સ્મરણમાં લાવતા એની એવી ભારી ભીડ ખડી થઈ ગઈ છે કે સ્વસ્મરણનો જીવને અવકાશ જ રહેવા પામેલ નથી. એને એક અડધી ઘડી ય આત્મસ્મરણ તાજું કરવા અર્થે ફૂરસદ નથી.રે... બીજું સઘળું પાર વિનાનું કરે છે પણ આત્મસ્મરણ જગવવા....! ભાઈ ! સતત થતું રહેતું આત્મસ્મરણ સઘળાય ગુણોની ખીલાવટનું પ્રબળ કારણ છે. આત્મસ્મરણ જાગતું રહે તો આત્મહિતની ખેવના પણ જામેલી રહે છે... અને એથી દોષો આપોઆપ દબાયેલા રહે છે ને નંદિન ગળતા જાય છે. એ સ્મરણનો મહિમા અદ્વિતિય છે. પોતે દેહાદિ નથી ને ચૈતન્યમૂર્તિ આત્મા છે એવું સભાનપણુ જ જીવના દિદાર ફેરવી નાખે છે. હું અનાદિ અનંત વિદ્યમાન એવું અમર તત્વ છું એ ભાન થતા આ ભવ માત્રની ચિંતા ગૌણ થાય છે ને અનંતભાવી ઉજમાળ કરવા જીવ લગનીવંત થાય છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy