________________
૧૨૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
એક વાત્સલ્યમયી માતા પોતાના શિશુને સમજાવે, એક વત્સલ પિતા પોતાના નાદાન પુત્રને પ્રેમપૂર્વક સબક શીખવે એમ જે તે માંગતા જ રહેતા લોલુપી મનને સમજાવવા યા સબક શીખવવા મુમુક્ષુજને ઘણી ગંભીર-કાળજી લેવાની છે.
©`
કોઈ અભીપ્સિત તરૂણી પોતાને આધીન થાય તો તરૂણહ્રદયને કેટલો આનંદ થાય ? મન વશ થતાં, સાધકને એનાથી પણ કેઈગુણો અધિક આનંદ થાય છે. કારણ મન તો એકવાર સુપેઠે આધીન થયા પછી ભાવી અનંતકાળપર્યંત આધીન જ રહે છે.
મોટાભાગના માનવીઓનો ધર્મ – એક ઠગારી આશા-તૃષ્ણાથી વિશેષ કશું નથી. તૃષ્ણાના માઝાહીન વ્યાપને મૂઢ જીવ પ્રાર્થના-ભક્તિ-ધર્મ માની રહ્યો છે. મન વાસના રહિત થવાના બદલે બેમરજાદ વાસનાગ્રસ્ત બની રહે છે – ‘ધર્મ'ના નામે ! !
707
જૂની આશાઓની વેલો, સફળતારૂપી પાણી ન મળતા મુરઝાતી જાય છે એમ એમ જીવ નવી નવી અગણિત આશાઓ રોપતો જાય છે. બીચારાને ભાન નથી કે એકેય આશા ફળવતી થવાની નથી ! અરે વિકળ મન, તારી ઘેલછા ક્યારે મટશે ?
©
તૃપ્તિના માર્ગની તલભાર પણ ગમ ન હોય એવા પણ તરંગી જીવો છે; જે પોતાને તત્ત્વત્તા માને છે ! કેવળ કલ્પનાઓના જ પાણી પાઈ પાઈને એમણે તત્ત્વજ્ઞાનની વાડી ખીલવી હોય છે, ને ફળની ભ્રામક આશામાં ને આશામાં જન્મારો ગુમાવી દે છે.
70
કલ્પનાએ કરીને તો જીવો કપરામાં કપરા પુરુષાર્થો કરે છે. એ એના કલ્પનાના સ્વર્ગમાં રાચતામાચતા હોય છે. સ્વર્ગમાં પહોંચી જઈને અપ્સરાઓને આલીંગવાના ઓરતા સેવતા હોય છે ! બીચારા કઠોરમાં કઠોર શ્રમો કરી, દુર્લભ એવો માનવભવ ગુમાવી દે છે.
70
અહીં ત્યાગી થઈને જીવશું તો પરલોકમાં પારાવાર ભોગો ભોગવવા મળશે એવી દુરાશાપૂર્વક પણ દિક્ષા લેનારા અને પાળનારા હોય છે. ત્યાગમાં અને આત્માના અનુરાગમાં કેવો અપૂર્વકોટીનો આનંદ સંવેદાય છે, એની એને ઝાંખી પણ લાધતી નથી, કદીય.