________________
૧૨૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ ! જાગૃત આત્મા જ આત્માનો અદ્વિતિય ગુરુ છે. આત્મા જ આત્માનો સુકાની છે. આત્મા જ આત્માનો સહાયક છે. – સાથી છે, સંગાથી છે. પડતા આત્માને પુનઃ ઉભો કરી સ્થિર કરનાર પણ આત્મા જ છે. માટે આળસ-ઉપેક્ષા ખંખેરી આત્માએ આત્માના પરમગુરુ બની રહેવું.
70રૂ
બીજાના શરણ ખોળવાની જીવની ખ્વાહિશ અનાદિના એવા સંસ્કારના કારણે છે. વળી જીવને ભાન પણ નથી કે પોતાનું વાસ્તવઃ સામર્થ્ય કેટલું વિરાટભવ્ય છે. બાકી તો પોતાનું હિત પોતા વડે સાધી શકાય એના જેવું સૌભાગ્ય બીજું ક્યું હોઈ શકે ?
@>
પોતાના ગુરુ પોતે બનવા માટે અથાગ શ્રમ કરી કરીને અંતર્પ્રજ્ઞા તિક્ષ્ણ બનાવવી પડે એ ખરૂં... ગાફેલ કે ગમાર જીવ માટે આ માર્ગ નથી. જેવી અમીતભવ્ય સિદ્ધિ ખપતી હોય એવો અમીતભવ્ય ભોગ પણ આપવા તત્પર રહેવું જ ઘટે ને ?
70
સંસારનું જે નિઃસીમ કારમું સ્વરૂપ છે એને પલટાવી નાખવાનો પ્રકૃષ્ટભાવ એકવેળા તો પ્રત્યેક જ્ઞાનીના કલેજામાં ઉઠતો હોય છે. પણ પછી ધીરે ધીરે પ્રજ્ઞા પાંગરે છે કે, નિઃસીમ કારમાપણું એ સંસારની ત્રિકાલીન વાસ્તવિકતા છે.' – એને કોઈ પલટાવી ન શકે.
0
તિર્થંકરો, પયગંબરો, પ્રબુદ્ધો કોઈ સંસારની દુર્નિવાર દારૂણતા મીટાવી શક્યું નથી. અહાહા...સંસાર આવો જ અનાદિ-અનંત દુઃખમય ન હોત તો કોઈ એને ત્યજી, સિદ્ધલોકમાં વાસો શા માટે કરત ? ભાઈ ! સંસારને નહીં સુધારી શકાયઃ માત્ર જાતને જ સુધારી લો.
70×
સંસારનું અનંત હિતકાર્ય કરવાની અભીપ્સા ધરાવતા અગણિત ભલા આત્માઓ...આખર તો...સંસારથી નિતાંત મો ફેરવી લઈ, પરમૌન ધ્યાનસ્થ થઈ પોતાના સ્વભાવમાં સમાય ગયા. આ અંદરમાં જવાની વાત જ અત્યંત અત્યંત મહત્વની છે.
-70
ભાઈ ! સંસારનું દુર્નિવાર દુઃખમસ્વરૂપ પલટાવવાની તને પણ દુનિર્વાર મંછા હોય...તો પણ, પહેલાં તું અંદરમાં જ ઓતપ્રોત થઈ સમાય જવાનું કરજે... પહેલા અંતરસૂઝ પ્રગટે ને સ્વ-પરનું ભેદવિજ્ઞાન સમજાય ને આદાન-પ્રદાનનું ગણિત સમજાય – પછી – બીજું વિચારજે.