SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મસુખ માણ્યું નથી એવા જીવને જગતના સ્ત્રી-ધન કીર્તિ વિ.ના સુખ જ શ્રેષ્ઠ લાગે એમાં આશ્ચર્ય નથી. ગંધર્વ સંગીત જેણે સુણ્યું જ ન હોય એને ઢોલ-નગારા શ્રેષ્ઠ લાગે એ સ્વભાવિક છે. આત્મસુખને દેખવા-પેખવા શું કરીશું ?? ૨૮૩ આત્મીક સુખ પામવા આત્મામાં ઠરવું જોઈએ. આત્મામાં ત્યારે ઠરાય, જ્યારે આત્મા સિવાય બીજું બધું જ નગણ્ય થઈ જાય એક આત્માની જ લગની લાગે. પ્રથમ તો આત્મા સુપેઠે ઓળખાવો જોઈએ. જેટલી ઊંડી ઓળખ એટલી ગાઢ લગન જામે. - 70 ગુરૂગમથી પરમશ્રદ્ધેય ભાવે આત્માનો અપાર મહિમા જાણવો જોઈએ. મહિમા પરખાય તો આત્મરુચિ અવગાઢ બને અને ચિત્ત આત્મમહિમાથી – આત્મરુચિથી રંગાય. આત્મા પર ઓળઘોળ થઈ ચિત્ત... અનાત્મભાવોથી આપોઆપ વિરક્ત થાય છે. 700 જેમજેમ આત્મધ્યાન જામે તેમ તેમ આત્માનો મહિમા વધે છે ને જેમ જેમ આત્માનો મહિમા પ્રગાઢ થાય તેમ તેમ આત્મધ્યાન પરમ અવગાઢ થાય છે. માટે ગુરુગમથી આત્મતત્વનો અનૂઠો– અદ્વિતિય મહિમા પિછાણવો જોઈએ. 70 સાધક પોતે પણ અંતર્મુખ બની – ચિત્તને શાંત પાડી દઈ – આત્માવલોકનનો નિષ્ઠયત્ન કરે. જેથી આત્મા – અનંતસુખમય પદાર્થ – અભિજ્ઞાત થતાં એનો અપૂર્વ મહિમા આવે. બસ આત્માનુભવ પછી આખી દુનિયાનો મહિમા ઓસરી જાય છે. 70 જગતનો મહિમા સાવ ઓસરી જાય ને શુદ્ધાત્મનો મહિમા પરાકાષ્ટાએ વધી જાય ત્યારે જ જીવના ઊંડામાં ઊંડા અંતઃકરણમાંથી મોક્ષની મૌલિક માંગ ઉઠે છે અર્થાત્ જીવ પરમાર્થથી મુમુક્ષુ ત્યારે જ થાય છે. GN અહીં...... પરમાર્થથી જે મુમુક્ષુ છે એ જીવ સંસારમાં હોવા છતાં હવે સંસારનો રહ્યો નથી. એની ચેતના સમૂળગી રૂપાંતરિત થએલ છે. એ તો સમયે સમયે મોક્ષના ભણકાર અંદરમાંથી સાંભળે છે. એને અનંતા સિદ્ધોનું નોતરૂ મળેલું છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy