SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૧ કોઈપણ હાલતમાં... પરિવર્તન આણવાની પિપાસાથી પરિ મુક્ત થઈ હું ઊંડો ઊંડો અંતર્મુખ થઈ આત્મસ્થપણે જીવવા ચાહું છું. ફરતી સ્થિતિમાત્ર પ્રત્યે ઉદાસીન થઈ આત્મસ્થિતિને જ હું ત્રિકાળ એકસમાન જાળવી રાખવા માંગું છું... આ છે સંતોષી સાધકનો સંકલ્પ. જઈONS અહાહા.... કોઈપણ બાહ્યસ્થિતિથી ફેરફાર પામવાના અભરખામાંથી જીવ જો ઉગરી જવા પામે તો એ જીવનની કેટકેટલી આકૂળતાઓમાંથી ઉગરી શકે ? સાધના માટે અત્યાવશ્યક એવી ચિત્તપ્રસન્નતા – ચિત્તની હળવાશ એને કેવી સહેજે ઉપલબ્ધ બની રહે ? આ બહુ આગળની ભુમિકાના સાધકોની વાત છે. જે ક્ષણે સ્થિતિમાં ફેરફાર કરવાની તમામ તાલાવેલી શમી એ ક્ષણે જ સમાધિની ગહન છાયા અંતરમાં પથરાવા લાગે છે. કો..ઈ....ણ.. સ્થિતિનો હળવાશથી સ્વીકાર'- એ સમાધિનું મૂળસૂત્ર છે. આમોદ-પ્રમોદની હોય કે વિલાસની – ચાહે કોઈપણ સ્થિતિ હોય- એની સાથે ન ભળી જતા... બસ. સ્વભાવમાં જ ઠરી રહેવા મનને ખૂબખૂબ કેળવી દેવું જોઈએ. કોઈપણ સ્થિતિથી ભાવાવેગમાં આવી જવાની મનની ટેવ છે એ ટેવ કાઢી નાખવી ઘટે. ભાઈ : સ્થિતિ સામુ જૂઓ નહીં તમે અંદરમાં ઠરેલા રહો. મન વર્તમાન સ્થિતિથી નાસી જવા મથે કે તુર્ત જ એને વારીને અંતરમાં ઠારી દેવું જોઈએ, આદતવશ મન ભાગે કે ભગ્ન ન થઈ જાય એની સતત કાળજી રાખવી ઘટે. કોઈ અમુક સ્થિતિ સંભવશે ત્યારે હું સુખી થઈશ – આ નિતાંત ભ્રમણા જ છે. હે જીવ, હૃદયમાં દૃઢપણે આલેખી લે કે; કાં તું આ પળે જ સુખી છો અને કાં કોઈપણ સ્થિતિ આધ્યેય તું સુખી નહીં થઈ શકે. સુખ વસ્તુને સ્થિતિ સાથે ઝાઝો સંબંધ નથી. સદાય સ્થિતિ અંગે કચવાટ-કકળાટો કરીને... સદાય ઉપલબ્ધ સ્થિતિથી અવાંતર અન્ય સ્થિતિ વાંછી વાંછીને તો અનંતકાળ વિતાવ્યો રે કામેલી સ્થિતિ ય અનંતવાર મળી તોય, એ મળી ત્યારે એના વડે સ્થિર-શાંત કદી ન થયો; બસ સદાય બીજી સ્થિતિ જ વાંછી !!
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy