________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૩૧
અનેક આધિ-વ્યાધિ અને ઉપાધિઓમાં અટવાયને આત્મભાન ભૂલેલા લોકો સંવેદનજડ બની ગયા છે. જાણે માનવમાં આત્મા જ નથી. ખાલી ખોળીયું ભમે છે. હ્રદયની માસુમતા મરી પરવારી છે. મહામાનવ થવાની વાત તો દૂર દૂર પણ માનવ થવાને ય પાત્ર!
70
જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ' – જેવી જીવની દશા છે. જરાક સમૂહ મધ્યે જાય કે જરાક કોઈના સંપર્કમાં આવે ત્યાં જીવની અંદરનો અહં ફૂંફાડાં મારવા માંડે છે. મોટાભાગના તમામ માનવી પોતાના કરતા તમામ માનવીને તુચ્છ સમજે છે.
જ્ઞાનનો રસાસ્વાદ જાણ્યો-માણ્યો નથી એ બધા ખૂબ અભાગી જીવો છે. જ્ઞાનનો રસ કેવો અમૃતથી ય અમૃતથી ય અદકેરો છે એ તો જાણનાર જ જાણે છે. ખરે જ સમ્યજ્ઞાનના આનંદની તોલે ત્રિભુવનનો અન્ય કોઈ આનંદ નથી. જ્ઞાનીનંદી જીવન એ જ ખરૂ જીવન છે.
©Þ
જ્ઞાન જેટલું નિર્મળ એટલું એ શક્તિશાળી. જ્ઞાનમાં જેટલી નિર્મળતા વધુ એટલી એની તીક્ષ્ણતા પણ વધુ અને રખેટલી એની ભ્રાંતિઓ ભેદવાની સમર્થતા પણ વધુ. જેમ જેમ જ્ઞાન નિર્મળ થતું જાય તેમ તેમ સુખદાયક શક્તિ પણ વધુ હોય છે.
એની
તમારી વાત ગમે તેટલી પરમ સત્ય લાગતી હોય પણ સામો વ્યક્તિ કઈ અપેક્ષાએ વાત કરી રહેલ છે એ સમજવા જરા ઠરીને યત્ન કરો. નાનો વ્યક્તિ પણ ઘણીવેળા મોટી સત્ય વાત કરતો હોય છે. માટે તુચ્છ માની એના મંતવ્યને અવગણો નહીં.
સારૂં કે મારું એ સંશોધવા જીવે ભેજાનું દહીં કરવું ઘટે છે. જીવને જે સારૂં કે માઠું જણાય એ વાસ્તવઃમાં કેવુક સારૂ યા માઠું છે એ ગંભીર સવાલ છે. યથાર્થદર્શન કરવામાં પૂર્વગ્રહો અને પૂર્વનિબદ્ધ સંસ્કારો પાર વિનાના – બાધારૂપ બને છે.
જીવને દૃષ્ટિપથમાં તો ઘણું ઘણું આવે છે પણ એ યથાર્થદર્શન છે કે કેમ એનો નિર્ણય નથી થતો. *ઘણીવાર તો સો ટકા સાચું દર્શન થવા છતાં પણ જીવ સંભ્રમમાં રહે છે - દ્વીધામાં રહે છે ને સત્યને પૂરી ખેલદિલીથી અપનાવી શકતો નથી.