________________
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
5
¤¤¤¤¤¤¤¤¤¤¤ ̈***DOOD
બતાવાય ગઈ છે, ન માલૂમ, કઈ કઈ ચાવીઓ કોણ ખપી જીવના પરમોદાત્ત ચારિત્રઘડતરનું નિમિત્ત બની જશે. વરને વરની મા વખાણે' એના જેવું પાગલ કાર્ય અમારાથી થાય છે પણ આત્મા એનો ઉત્કટ અવાજ અભિવ્યક્ત કરવા એટલો ઉત્સુક થયેલ છે કે અમે અનાયાસ આવું લખી જઈએ છીએ. હકીકત એ છે કે ખરેખરો અંતઃકરણનો ખપ જાગ્યા વિના માત્ર વાંચવાવિલોકવા ખાતર આ ગ્રંથ કોઈ ઉપયોગમાં ન લે એવી અમારી અંતરઉરની ઉત્કંઠા છે. એથી ખપ જગાવવા હેતુક પ્રાÉથનરૂપે અંતરમાંથી જેવો સૂર પ્રગટ્યો એવો આલેખી દીધેલ છે.
"નિશ્ચયદૃષ્ટિ હ્રદય ધરીજી, જે પાળે વ્યવહાર
પુણ્યવંત તે પ્રાણીયા, પામે ભવનો પાર"
પ્રસ્તુત ગ્રંથમાં સાધક આત્માની અંતરદષ્ટિ કેવી હોય એ દર્શાવવા સાથે ઠેકઠેકાણે આત્માર્થી સાધકનો વ્યવહાર પણ કેવો રમ્યભવ્ય હોય એ સુંદર રીતે જણાવેલ છે. આ સઘળી પ્રેરણા આત્મસાત્ અને આચારાન્વિત કરનાર નિષે ભવનો પાર પામશે, એ અમારો આત્માનો અવાજ બોલે છે.
તો ય અંદરનો અવાજ પુરેપુરો લેખાકીત અમે કરી શકેલ નથી. પાંચછ મહીનાના ટુંકા ગાળામાં આ સર્જન થયેલ છે. લખતા લખતા કેટલાય ભાવો છૂટી જવા પામેલ છે. ઘણીવાર ગહન મસ્તીમાં લખવાનું પણ બન્યું નથી. નીવડેલા સાધકો અર્થે આ સર્જન હોય, કેટલીય સાધારણ વાતો લખવાનું મુનાસીબ માનેલ નથી. વાત એ છે કે અંતરના ઉમળકાના પ્રમાણમાં તો અમે પર્યાપ્ત લેખન કરી શક્યા નથી. ભાવીમાં, સુભાગી વાચકોની આશીષથી આવું જ બીજું સર્જન આવી જ સહજતાથી – સંભવી શકે તો એ અમારૂ ઝંખવ્ય છે.
-
આખા ગ્રંથનું સુંદર ટાઈપ સેટીંગ અમારા ખાસ કલ્યાણમિત્ર શ્રી દીપકભાઈ કનૈયાલાલ મહેતાએ પરમ પ્રેમપૂર્વક કરી આપેલ છે. પરમમિત્ર હોય આભારદર્શન પણ શું કરવું ?!
કંઈક લખો... કંઈક લખો... થોડું તો લખો એમ અવારનવાર પ્રેરતા
¤¤¤¤¤
¤¤¤¤¤¤¤¤¤¤¤¤☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐