________________
૨૪૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
નદીમાં કાષ્ટની માફક જેવૃત્તિઓના વેગમાં તણાય જાય છે એ ગમે તેવા જ્ઞાની કહેવાતા હોય તો પણ વિવેકી નથી. વિવેકીને તો ભોગમાં ય યોગ જ સાંભર્યા કરે, એ વૃત્તિઓને આધીન નહીં પણ વૃત્તિઓ એને આધીન હોય – એની ઉપર એનું પ્રભુત્વ હોય.
સુખ કે દુઃખના બધાં ખ્યાલો ખોટા છે. અંતસમાંથી સહજ આનંદની અમ્બલીતધારા પ્રસ્તૂટતી નથી
ત્યાં સુધી જ બાહ્યસુખ કે બાહ્યદુઃખ મહત્વ ધરાવે છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો થવા લાગે તો દુન્યવી સુખ-દુ:ખ સ્વતઃ બેવજૂદ બની જાય છે.
મહાવીર જેવા પુરુષોએ પ્રબોધ્યું કાંક; અને એમના મોટ્ટાભાગના અનુયાયીઓ સમજ્યા કાંક. વાણીમાં પૂર્ણસત્ય આવતું જ નથી. અમે જે આશયમાં કહીએ છીએ એ જ પ્રમાણે એ વાત વાચક સમજશે એવી આશા બહુ અલ્ય છે. વિરલા જ યથાતથ સત્ય સમજી શકે છે.
જDOS તત્ત્વજ્ઞાનવિહોણા જીવો તો પાર વગરના વૃથા ક્લેશો ભોગવે છે. મોટ્ટાભાગની મનોપીડાઓ તો જીવના અવિચારીપણાને લઈને કે પછી વિચારણા યથાર્થ ન કરી શકવાના કારણે ઉભી થતી હોય છે. વિચારણા ભ્રામક તો દિનરાત ચાલે છે યથાર્થ વિચારણા ઉગવી જ દુર્ઘટ છે.
મારામાં ખરેખર શું ખૂટે છે ? એની મને ખબર નથી કે એની ખોજ પણ નથી. અલબત કોઈ અવ્યક્ત કમી હું દિનરાત મહેસુસ કરી રહ્યો હોઉં એવું લાગે છે. વસ્તુતઃ મને શેનો ખપ હશે ? કે કોઈ ખપ નથી ? આ જ ગહન સંશોધનનો વિષય છે.
જીવનમાં ક્યારેક ક્યારેક આત્મદેવ જાગે છે ત્યારે... જીવનમાં આમૂલ પરિવર્તન આણવા હું દૃઢ નિર્ધાર કરૂં છું... કોઈ અદ્ભૂત ક્રાંતિ આણવા હું સંકલ્યવાન થાવ છું... પણ જીવન સાધુચરિત બને બને ત્યાં પાછું મન. !! એ સદા ય એનો ભાવ ભજવી જ જાણે છે.
I DONS આત્મોન્નતિના માર્ગે ચાલતા ચાલતા... અગણિત વાર – પડી જવાય તો પણ ક્ષોભ પામવાની કે હામ હારી બેસવાની જરૂર નથી... પડીએ તો તત્કાળ ઉભા થઈ – ધૂળ ખંખેરી – માર્ગમાં આગેકૂચ કરવાની છે. મંઝીલ પામીને જ જંપીશ' - એવો મક્કમ નિજય રાખવાનો છે.