SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૯ આ જીવે ભાવનાઓ તો બેસુમાર ભાવેલ છે: લાગણીની દૃષ્ટિએ જોઈએ તો કલ્પનાતીત પુરુષાર્થ કર્યો છે... આહાહા, ખરે જ એ દૃષ્ટિએ આત્મા અનંતપુરુષાર્થ છે. – પરંતુ, એનો પુરુષાર્થ કારગત કેટલો નીવડ્યો . કારણ સમ્યવિધિના જ્ઞાનનો અભાવ. કોઈ પણ કાર્ય પાર પાડવાની ચોક્કસ વિધિ હોય છે – તો શું આત્માનું ઉત્થાન સાધવાની કોઈ વિધિ જ નહીં ? એવું તે કેમ બને ? આત્માની શુદ્ધતા, બુદ્ધતા, ચૈતન્યતા આવિર્ભત કરવાની વિધિ જીવે ગુરુગમથી જાણવી ઘટે. ને તે વિધિએ કાર્ય કરવું ઘટે. જOS અધ્યાત્મ સાધનાના અલૌકિક પથમાં જ્યારે યોગ્ય શિષ્યને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે વિનિત શિષ્ય, ગુરુ કરતાં પણ ખૂબ અલ્પકાળમાં પરમ સત્યની ઉપલબ્ધિ સાધે છે. યોગ્ય ગુરૂના સાનિધ્યમાં સાધના સુગમ-સરળ અને રસભરપૂર બની જાય છે. - DO ગુરુગમે તેટલા સમર્થ અને પાર પહોંચેલા હોય પણ શિષ્યનું ઉપાદાન જો જાગૃત ન હોય અર્થાત્ શિષ્યના આત્માની તેવી સુંદર પાત્રતા ન હોય તો કાર્ય બનતું નથી. ખરા અર્થમાં ગુરુ તો યોગ્ય દિશા તરફ ઈશારો' કરનાર છે. – યાત્રા તો શિષ્ય જાતે જ કરવાની છે. નિર્દેશન અનુસાર પથગમન શિષ્ય જાતે જ કરવાનું છે. ગુરુના ચરણે માથું મૂક્યું તેથી બસ હવે ગુરુ જ બધું કરી આપશે એવી માન્યતા ભ્રામક છે. કોઈ શરણ-બરણ નથીઃ જીવે જાતે જ સાધના સાધી શીવ” થવાનું છે – આ પરમ તથ્ય હંમેશા યાદ રાખવું. જીવને એવો ભાવ રહે છે કે હું અંધારે અટવાઉં ત્યારે પરમાત્મા મને અબૂધને પથદર્શન કરાવશે...ઠીક છે...જીવની પથદર્શન પામવાની ખરેખરી અભીપ્સા હશે – એ માટેની તીવ્ર તડપન હશે, તો કુદરતી એને અંતરસૂઝ ઉગી આવશે જ...એમાં સંદેહ નથી. પરમાત્મા શરણ દેનાર છે કે નથી એ મહત્વનો સવાલ નથી: મહત્વનું તો જીવનું પ્રાર્થનામય બનવું – ગદીત હૃદયવાળા બનવું – ઝૂકીને એના અહંકારનું ઓગળી જવું એ છે. જીવે અંતર્નાન ઉદ્ઘાટીત કરવા ખૂબ ખૂબ નિરહંકારી ને ભાવભીનાં હૃદયવાળા બનવાનું છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy