________________
૧ ૨૧
=
સાધનાપથ અને આત્મજ્ઞાન
લગની લાગી છે એને અવકાશ જ ક્યાં છે પરોપદેશ કરવાનો ? પોતાના જ મનને ઉપદેશ દેવાસમજાવવા-વારવામાંથી ઊંચો જ નથી આવતો એ ક્યાં “પરોપદેશ પાંડીત્યમ્' – કરવા જાય ? સ્વને બોધ વડે ભાવીત કરવામાં એ તો દિનરાત મગ્ન થયેલ છે – પરનું સ્મરણ સુદ્ધાં નથી આવતું.
તમે ચાહે તે ઉપદેશ કરો...લોકો તો ફાવતું અને ભાવતું જ પડે છે. અર્થનો અનર્થ પણ બેસુમાર થાય છે. ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું' – એવો ઘાટ પણ ખૂબ થાય છે. સમવસરણમાં જઈને પણ જીવ સંસારવૃદ્ધિકારક ભાવ ગ્રહી આવે છે !!! અયોગ્યને તારવાનો કોઈ ઉપાય નથી.
ખૂદ આપણા જીવે પણ જ્ઞાનીઓનો દ્રોહ અનંતવાર કર્યો છે. વીતરાગનો સમાગમ પામીને પણ રાગ વધારવાના જ ધંધા કર્યા છે ! જીવની અયોગ્યતા હોય તો જિનેશ્વર પણ કશું કરી શકે નહીં. યોગ્યતાની વાત જ અત્યંત વજૂદની છે.
જDos લાખોમાં લાધે નહીં અને કરોડોમાં કોક...યોગ્ય જીવો બહુ જ અલ્પ સંખ્યામાં જ રહેવાના છે. અયોગ્યને ઉપદેશ દેવો એ પણ હાનીકારક છે. અનાત્મભાવો જ જેને રુચે છે એ ગમે તેવા ઉપદેશમાંથી પણ પોતાની અનાત્મરુચિને જ પોષતો રહેવાનો.
સંસારને અંત:કરણથી અસાર જાણી; મુક્ત થવાના વિમળાશયથી જે વીતરાગી સંતની સમીપ આવે તે જીવ વીતરાગના માર્ગને જાણવાનો અધિકારી છે. સંસાર જેને અસાર ભાસ્યો નથી એ વીતરાગી સંત પાસે શું કામ આવે છે એ જ હજું કોયડો છે.
અનાત્મભાવોની રુચિમાં જ રહ્યો છે આ જીવ...આત્મભાવની રુચિનો તો એણે કદિય સ્વાદ સુદ્ધાં ચાખ્યો નથી ? જીવનો આવો મતીવિપર્યાસ કેમ હશે કે એ આત્મભાવ સાધવા એકવાર પણ ભલીપેર તત્પર થતો નથી ! એકવાર જો આસ્વાદ મળી જાય...
વાતેવાતે અવળું લેનાર જીવે પ્રત્યેક વાતને સવળી લેવાનો યત્ન કરવો ઘટે. સવળું લેતા આવડે તો પ્રાયઃ પ્રત્યેક વાતમાંથી સવળું લઈ શકાય છે. આપણી બંધીયાર મનોદશા જ નડતરભૂત છે, જે એકે વાતને સવળોઈથી લેવા દેતી નથી. – અને વાતે વાતે દુર્થાન કરાવે છે.