SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૧ દોષ હકીકતમાં દોષરૂપે જણાય આવે તો દોષની નાબૂદી થવી આસાન છે. જ્ઞાનીઓ જીવને પળેપળે પોતાના દોષ જોવાનું સૂચવે છે. જે પોતાના દોષો યથાર્થ રીતે દેખી-પેખી શકે છે એ અવશ્ય દોષને નાબૂદ કરવા બનતો બધો જ પ્રયત્ન પૂર્ણનિષ્ઠાથી કરશે જ. જDGE આત્મહિતાર્થી સાધકને હરહંમેશ – સો સો વાર પોતાના પરાપૂર્વના ચાલ્યા આવતા દોષો દેખવામાં આવે છે ને અંતરમાં એ ખૂબ ખૂબ ખટકે છે. એની આત્મવિશુદ્ધિની પ્રક્રિયા શ્વાસોશ્વાસની માફક અવિરત ચાલુ જ હોય છે. પરિપૂર્ણ નિર્દોષ થવા પ્રાણ તડપતા હોય છે. ચિત્તની ચંચળતા અને મલીનતા જેટલી જેટલી ઘટાડવામાં આવી હશે એટલે એટલે અંશે સબોધ ગહન પરિણમવાની સાનુકૂળતા રહેશે અને સદ્બોધ જેમ જેમ ઊંડો પરિણમશે એમ એમ ચિત્તની અશુદ્ધિ અને અસ્થિરતા પણ અલ્ય અલ્પ થતી જશે. સકળ ધર્મસાધનાઓનું પ્રયોજન આખર તો સ્વરૂપમાં જીવની સુપેઠે સ્થિતિ સંભવે એ જ હોવું ઘટે. જીવ સ્વભાવથી બેહદ ખૂત થયો છે. એની સઘળી વિટંબણાઓનું મૂળકારણ તો સ્વભાવનું બેહદ વિસ્મરણ જ છે – બીજું કોઈ કારણ નથી. બ્રહ્મચર્ય એક ઉદાત્ત અર્થમાં અન્ય કોઈના પણ સંગાથ-સહવાસની આકાંક્ષાથી વિમુક્ત થઈ આત્મમસ્તિમાં જ એકતાન થઈ જવું એ છે. બસ પ્રચૂર આત્મરતિ કેળવીને એમાં જ ચકચૂર રહેવું અન્ય કોઈની પણ અપેક્ષાથી અત્યંત નિરપેક્ષ રહેવું. સંગમાત્ર, આત્મસ્મરણ ભૂલાવનારા અને અંતત: ભવરણમાં રૂલાવનારા છે. આશ્રયબુદ્ધિને કારણે સંગમાત્ર આત્માને નિર્બળ અને પરવશ બનાવનાર છે. સંગ વિના હું આનંદરહિત, જીવી કેમ શકીશઆથી મોટી જીવની કોઈ ભ્રાંતિ નથી. પ્રાજ્ઞ આત્મન ! આ સંસાર ક્ષણીક કદાચ તને સલામત સ્થાન જેવો ભાસી રહે, તો ય તું ભરમે ભૂલીશ નહીં પલટાતા સંયોગો, ક્યારે ને કઈ ઘડીએ ન કલ્પેલા રંગઢંગ દર્શાવી રહે... એ કહેવાય એવું નથી. સંસાર સદાય પરિવર્તનશીલ છે હોં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy