SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈ સંયોગો મનધાર્યાં સદાકાળ ટકતા નથી જ. ઇન્દ્ર થઈને ય આત્મા પાછો ઇયળ સુદ્ધાં બની રહે છે! મનભાવન મેળા બધા આંખના પલકારામાં વિખરાય જઈને અલભ્ય બની જાય છે... ને લોહી પીનારા સાથ, સંગાથો, સહવાસો ઘેરી વળે છે. સાધના સાથે અંતરમાં અખૂટ સંવાદ જામે ત્યારે... સાધકને બાહ્ય દુનિયા પણ આખી સંવાદમધુર ભાસવા મંડે છે. – પણ તે તેમ નથી. સૌરભ સ્વદેહની નાભીમાંથી આવી રહી છે. એ ભૂલનાર કસ્તુરીયા મૃગ જેવી હાલત ન બની જાય એ સાધકે જોવાનું છે. સાધનાપસાથે પ્રદિપ્ત થયેલા વિવેકને કારણે, સંસાર એવો દુઃસહ્ય માર જીવને પ્રાય મારી શકતો નથી. સમતાની ઢાલના કારણે જીવ એવા પ્રહારોથી બચી જાય છે, એ ખરું. પણ તેથી કરીને ય સંસાર રાચવા-ભાચવા-નાચવા જેવો તો નથી જ. જીવ જો સત્વરે ચેતીને ચિકુપાનંદી ન બન્યો તો, કાળાંતરે તો સંસાર અવશ્ય જીવનું તમામ વિવેકાન લૂંટીને... જીવની ગતિને વિભ્રમની આંધીમાં અટવાવીને યોગભ્રષ્ટ બનાવી... પુનઃ ચોર્યાસીના ચક્કરમાં રખડતો-રઝળતો કરી મૂકે છે જ. હે જીવ! જો સભંગાદિના પ્રભાવે... તારામાં પરમાર્થ.પંથનો વિવેક ઉગેલ હોય: અરે, થોડો પણ વિવેક જાગ્યો હોય તો સત્વરે આત્મસ્થિરતા સાધી લઈ આ સંસારને આગ ચાંપી દેવા જેવી છે. તક ચૂકેલા અગણિત જીવો સંસારમાં અનંતકાળ આથડે છે, હોં. DON પ્રલયકાળની આંધીમાંય કદાચ ઉઘાડો દીપક અણબૂઝ રાખવો સહેલો હશેપણ આ સંસારમાં જનમોજનમ જાગૃત-વિવેક સહિત જીવવું સહેલું નથી. એ જો આસાન હોત તો તો અનંતા જ્ઞાનીઓએ સિદ્ધલોકની છેલ્લી સફર કદાચ ખેડી જ ન હોત. વાત એકની એક છે... સંસારમાં શાશ્વત વસી, સ્વનિર્ધારિત સુખ-ચેન-સંતોષાદિ માણી રહેવાનું જીવનું કોઈ આયોજન બર આવે એવું નથી. જેને પણ શાશ્વત સુખનો ખપ છે – નિરાબાધ સુખનો ખય છે. એણે કોઈ પાંચમી ગતિ સાધવા પુરુષાર્થ કરવો રહ્યો.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy