SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સાધનાપથ અને આત્મજ્ઞાન પોતાના સ્વરૂપની ઝાંખી થવી એ એક વાત છે અને પૂર્ણપણે સ્વરૂપ પિછાણમાં આવવું એ બીજી જ વાત છે. એમાં ઘણો સમય લાગી શકે છે. ઘણા કાળના પ્રયત્ન-ધ્યાન પછી એ સંભવ બને છે. ઉપરના મોજા માત્ર દેખવાથી સાગરની લંબાઈ-પહોળાઈનું માપ થોડું જ મળી આવે ? અગણિત અસંખ્ય હીણા ભવોના પર્યટન પછી આ માનવ તન મળેલ છે. એનો સદુઉપયોગ ભવભ્રમણ અટકાવવા માટે થાય તો સારી વાત છે... બાકી તો ભૂતકાળની જેમ જ અસંખ્યગતિઓમાં બેહાલ ભટકવાનું થવાનું... માનવ તન મૂળ વતન હાંસલ કરવા અર્થે જ છે. વર્તમાન ધર્મસમાજોમાં અધ્યાત્મનો વિષય ખાસ નથી ચાલતો. અધ્યાત્મની ગહનવાતો સુણવા મળવી પણ દુર્લભપ્રાય: થઈ ચૂકી છે. અધ્યાત્મના તૃષાતુર એવા પરમ જિજ્ઞાસુ ધર્માત્માઓ પણ ઓછા છે. લાખે એકાદ એવો અધ્યાત્મબોધ-પિપાસુ જીવ હોય તો... સુંદર સ્વરૂપવાન નારી હોય પોતાના પ્રિયતમને એ ખૂબ પ્યારી હોય તો લૌકિકમાં એને ખૂબ સૌભાગ્યશાળી કહેવાય છે. અધ્યાત્મજગતમાં તો જેનો દેહ નહીં પણ ચેતના સુંદર હોય; જે સ્વરૂપમાં સુસ્થિત હોય; એ જ સૌભાગ્યવંત છે. – બાકી બધા દયાપાત્ર જીવો છે. સુખ-સૌભાગ્ય તો એનું નામ છે કે જે સદાકાળ ટકી રહે. ક્ષણભંગૂર ઉપલબ્ધિ કે જે ક્ષણિક આભા દેખાડી ગાયબ થઈ જાય - એને સૌભાગ્ય શું કહેવું? એવા સુખ કે સૌભાગ્ય તો અતીતકાળમાં જીવે અનંતવાર મેળવ્યા છે ને અનંતવાર ગુમાવ્યા છે. એમાં સાર નથી. જગતના સુખ ક્ષણભંગૂર તો છે જ પણ એનું એક ઉધાર પાસું એ પણ છે કે તમામ સુખો દુઃખ મિશ્રિત છે. સુખ સંવેદન થોડું છે ને દુઃખવેદન ઝાઝું છે. જ્યારે આત્મિક સુખ પરમ અલૌકિકકક્ષાનું અને દુઃખના મિશ્રણથી તદ્દન રહિત છે. આધ્યાત્મિક સુખનો ઈશારો મળ્યા વિના, ભૌતિક સુખની કેઈપ્રકારની તુચ્છતા-હીનતા હેયે સતી નથી. એથી જીવ માયિક સુખોનો પક્ષ મૂકી આત્મિક સુખનો અનન્ય આશક બની શકતો નથી. એથી પરમ અર્થમાં જેને સાધુતા કહેવાય એવી સાધુતા પાંગરતી નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy