________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૭
સુખદુઃખ તો જ્ઞાની કે અજ્ઞાની દરેકને યથાપ્રારબ્ધ વેદવા પડે છે. પણ જ્ઞાની આત્મવૃત્તિમાં ઓતપ્રોત હોય, કેવી નિતાંત નિરાળી રીતે ઉદયકર્મને ખેરવી નાખે છે. એ તો જ્ઞાની થાય એ જ અથવા જ્ઞાનીના નિકટવર્તી એવા પરમપાત્ર જીવ જ જાણી શકે છે.
નીડર થઈને. પંચેન્દ્રિયના વિષયો – શોચ વિના – ભોગવનાર જીવ અતીન્દ્રિય સુખનો અધિકારી જ નથી. જેના ચિત્તમાં નૈસર્ગિક વૈરાગ્યભાવ નથી એ આત્માના જ્ઞાન-ધ્યાન પામવા પાત્ર નથી. પણ નંદિન જેની વિષયરુચિ મંદમંદ થતી જાય છે એ જ પાત્ર છે.
બહિર્ભાવોની તુચ્છતા, ક્ષણિકતા, ખેદકારકતા, પરવશતા, ઉપાધિયુક્તતા અને એના વિષમવિપાકો વિગેરે ચિંતવી ચિંતવી, જે બહિર્ભાવોથી નિવૃત્ત થવા, અને સહજાત્મભાવમાં શીઘતિશીવ્ર નિમગ્ન થવા તલસે છે એ જ મુક્તિનો અધિકારી સાધક છે.
તીર્થકર જેવા પરમસમર્થ પુરુષોએ નિઃસંગ થવાનો નિર્ધાર શા માટે કરેલ હશે ? શું એમને કોઈ પરમપ્રિયજનનો સાથ નહીં મળેલ હોય ? શું એમને પંચેન્દ્રિયના વિષયોનો પરિચય નહીં હોય? શું વિચારકતાની કમી હશે ?શું, શું કારણ હશે વિચાર્યું છે કદિય?
©OS ચક્રવર્તી જેવાઓ... આટલી બધી રૂપરમણીઓને ત્યજી નીકળ્યા હશે એ શું પ્રેમવિહોણા હશે ? દિલ વા દિમાગવિહોણા હશે ? એમના હૃદયમાં કઈ એવી ગહનસૂઝ ઉગી હશે કે દોમદોમ સાહ્યબીને પણ નખના મેલની માફક પરિહરીને નીકળ્યા હશે !?
DO સાધકને જોગ સદાય ફરી ફરી સાંભર્યા જ કરે... ક્યારે જોગી થઈને ચાલી નીકળું વનજંગલની વાટે . એવી ભાવના ઘુંટાતી રહે. કારણ કે વિક્ષેપથી સધાતી આછી-પાતળી આત્મરણિતા પાલવતી નથી. વિક્ષેપરહિત પ્રચૂર આત્મરમણતાને એનું જીગર દિનરાત ઝંખતું હોય છે.
ઘરબાર છે ત્યાં સુધી નાનીમોટી ઉપાધિ છે. એથી આત્મરણિતામાં ઓછો-વત્તો વિક્ષેપ થાય જ છે. મુનિમાર્ગ પરમ એકતાન થઈ આત્મરણિતા પામવા અર્થે પ્રભુએ યોજેલ છે. એ માર્ગન ગ્રહી શકાય તો બને તેટલી ઉપાધિ અત્યંત ઓછી કરવી એ જ તરણોપાય છે.