________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૩૭
સાધકને અમુક હદ સુધી પ્રશસ્ત-કષાય હોય છે એની ના નથી. પણ ઘણી ઘણી શોચનીય વાત એ છે કે ‘પ્રશસ્ત’ કહેવો કોને ? જીવ આપમેળે માની લે કે મારો કષાય પ્રશસ્ત છે – તો એ એની ભૂલભ્રમણા પણ હોઈ શકે છે.
–
710
સ્વ-પરના હિતની જ ભાવના ભરપૂર હોય, અને પરમ આત્મસ્થભાવે સેવાતો હોય, દુન્યવી કોઈ કામના – લાલસા ન હોય, જે આત્માને લગીર બેચેન નહીં પણ ઉલ્ટો સ્વસ્થ બનાવી રાખતો હોય તો એ કષાય પ્રશસ્ત કહી શકાય.
710
જે સત્ જોયું-જાણ્યું... એનો અંતરના ઊંડાણમાંથી પ્રતીતિપૂર્ણ રણકાર ગુંજવો કે અહો... આ પરમ સત્ય છે : આ જ પરમહિતકારી પથ છે. ને હ્રદય ભક્તિભાવપૂર્ણ બની અહોભાવથી છલકાય જવું બન્ને તેનું નામ સમ્યક્શ્રદ્ધાન છે.
©
સત્ત્ની - અંતસ્થલમાંથી ઉઠતી - પ્રગાઢ શ્રદ્ધેયતા એ પરમ આત્મોત્થાનની જનની છે. સત્ય સમજવું અને એની અગાધ અહોભાવના પેદા થવી એ અલગ જ વસ્તુ છે. સદર્શન પશ્ચાત ઊપજતો નૈસર્ગિક અહોભાવ અલૌકિક વસ્તુ છે.
70
સત્યને જાણ્યા પછી... ‘એ એમ જ છે’ એવો ગહેરાઈમાંથી અંતર્નાદ ગુંજે અને હ્રદય આદર-ભક્તિથી ઉભરાય રહે - અંતઃકરણમાં સંપૂર્ણ નિઃશંકતા વ્યાપી જાય - એનું નામ સમ્યગ્દર્શન છે. સત્ અને સ્વ ઉભય એકરૂપ ભાસી રહે છે. પોતે જ સત્' છેઃ અનંત સત્યોનું ઉદ્ગમસ્થાન.
10
સૌ રૂડા વાના થઈ રહેશે... બધું જ સારૂ બની રહેશે... એવી ગહન આસ્થાવાળો જીવ જે કાંઈ બને તે સકળ સારૂ જ માને છે. મારૂ સર્વ પ્રકારે સારૂ બની રહેશે એવી સાધકહ્રદયમાં ઊંડી ને ઉજાસમયી ધરપત હોય છે. કુદરત ખૂબ દયાળુ છે – એ અંતરાત્માની સાચી ભાવનાને ન્યાય આપે જ છે.
1001
કોઈને રૂડું લગાવવા સત્યની અવગણના કરવી કે અવમૂલ્યન કરવું એ કાતિલ માનસંજ્ઞા છે. લોકોને ખુરા કરવા સત્યનું ખૂન કરાય નહીં. હા, સામો અપાત્ર જણાય તો મોન જરૂ૨ સેવાય પણ ભળતી વાતમાં ભળી જઈ અસત્યને સમર્થન અપાય નહીં.