SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ સાધનાપથ અને આત્મજ્ઞાન અડધા ભરેલા પાત્રને કોઈ ભરેલું કહે તો એની વાતમાં અમુક હદ સુધીનું તથ્ય છે ને કોઈ એને ખાલી કહે તો એની પણ વાતમાં અમુક હદ સુધીનું તથ્ય છે. આથી કોઈ વાતને ઉતાવળે પૂર્ણસત્ય કે ઉતાવળે પૂર્ણ અસત્ય સમજી લેવી વ્યાજબી નથી. સંસારમાં પ્રાય બધા સ્વાર્થના સગા હોવા છતાં ક્યાંક નિસ્વાર્થ પ્રેમ પણ અસ્તિ ધરાવે છે. જે જેટલો સહયોગ આપે એનો એટલો ઉપકાર માનવો જ રહ્યો. પ્રત્યેક સત્ય-તથ્યને એની એક મર્યાદા હોય છે... એ ભૂલવું ન ઘટે. સાધકે કોઈના મંતવ્યભેદને દિલેરીથી ખમતા-પચાવતા શીખવું ઘટે. સ્વભાવિક છે કે વ્યક્તિએ વ્યક્તિએ કાંઈને કાંઈ તો મંતવ્ય ભિન્નતા રહેવાની જ. કોઈના મંતવ્યભેદ પ્રતિ અરૂચિ ન દાખવતા સામાને ય સમજવાનો મહત્તમ પ્રયાસ કરવો ઘટે. સામાની વાત વાજબી ન લાગે તો ય એના પ્રભુતુલ્ય આત્મા પ્રતિ લગીરેય નફરત કરવી ઘટતી નથી, સાધક જો બીજાના દોષ બને તેટલા અત્યંત ગૌણ કરતા શીખી જાય તો પ્રેમાદર ભાવ અખંડ રહી શકે – સર્વ પ્રતિ આત્મવત્ પ્રેમાદર જળવાય શકે. દરેક મનુષ્યાત્મા ભાવનાનો તો મહાસાગર છે. એ ભાવનાઓને સમ્યગુ-વપરહિતલક્ષી મોડ આપવાનું મહત્કાર્ય માર્ગદષ્ટા પુરુષોનું છે. ભાવના એક મહાન શક્તિ છે – એનો પરમ સદુપયોગ કેમ સંભવે એ સદ્ગુરુ શીખવે છે. ભાવના આત્માનું અવલ્લ ઘડતર કરે છે. આત્માને એ નવું જ જીવન બક્ષે છે, ખરે ભાવના જ કર્મનીસુખ દુઃખની નિર્માતા છે. પ્રશસ્ત ભાવના પરમ સુખદાત્રી છે. એમાં ય વિશુદ્ધ આત્મભાવનાનો તો મહિમા અનંત અનંત છે. હે સાધક ! તું જો જીવનને ખરેખર રમ્ય-ભવ્ય બનાવવા ચાહતો હો – અત્યંત ઉમદાભવ્ય જીંદગી જીવવા ચાહતો હો તો – ભાવનાને વિમળભવ્ય બનાવી જાણ, તદર્થ શક્ય વધુ ને વધુ સત્સંગસવાંચનને તત્વચિંતન સેવ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy