________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૩૫
પોતાની ઘણીબધી પામરતાનું પ્રકૃષ્ટ ભાન પ્રગટે ત્યારે “અકર્તા થવું આસાન બને છે. પ્રજ્ઞાનો ઉજાસમયી પ્રકાશ લાધ્યા વિના પામર જીવ કરી પણ શું શકે ? બીજું કંઈપણ કરવા જવું એ એક અર્થમાં આત્મસ્મરણ ચૂકવા જેવું બની રહેતું નથી શું??
ચક્રવર્તીપણાનો અમાપ અમાપ વૈભવ પરિહરીને... મુનિ થયા બાદ પણ જો અહંકાર રહે કે મેં કેટલું દોમદોમ ઐશ્વર્ય ત્યાગું – તો સંયમનું જે અનંતફળ ઉપલબ્ધ થવું જોઈએ એ થાય નહીં. પૂર્વે પરિસેવેલ ભોગ-ઉપભોગનું પણ સ્મરણ ખરા મુનિ કદીય કરતા નથી.
ચક્રવર્તી મુનિ ભૂતકાળમાં જેવા પ્રવૃત્તિમાં પ્રચૂર ડૂબેલા હતા એવા જ મુનિ થઈને પરમ નિવૃત્તિમાં ગળાબૂડ ડૂબી જાય છે. ભોગમાં શૂરા હતા એથી ય અદકરાયોગમા શૂરા થઈ એ અહોરાત્ર આત્મતલ્લીન બની જાય છે. ભૂતકાળ યાદ પણ આવતો નથી.
જીવે શું અપૂર્વ મેળવવા અથાગ અભ્યાસ કર્યો ? શું અપૂર્વ મેળવવા લગ્ન કર્યા ? શું અપૂર્વ મેળવવા વિપુલ ધનોપજન ક્યું ? અગણિત પુરુષાર્થો શા માટે કર્યા? આખર બધુ કરીને ય જીવ શું મેળવવા મથતો હતો ? અને વસ્તુતઃ એણે શું મેળવ્યું?
જીવ સતત-અનવરત ગાંડા ઘેલા ઉધામાઓ કર્યું જાય છે –પણ – અંતરાત્માને ગહન તૃપ્તિ શેનાથી થાય એ ગણતો નથી. કેટકેટલુય મથવા છતાં– કેટકેટલુય કરવા છતાં – ગાઢ તૃપ્તિ પામવી તો દૂર, પણ આકરી અતૃપ્તતા વેઠી રહ્યો છે.
એક રાહ ગહન આત્મભાવમાં ઠરવાનો છે ને એક રાહ વિષયો અર્થે ઉતપ્ત થવાનો છે. સાધકના જીવનમાં એવી પળો આવે છે કે આ બે રાહમાંથી એકની એણે દઢપણે પસંદગી કરવાની છે ને બીજો રાહ મક્કમપણે મૂકી દેવાનો છે.
સ્યાદ્વાદ એટલે મર્યાદાભાન. કોઈપણ તથ્ય કેટલે અંશે અર્થાતુ કઈ સીમા સુધી સાચું છે અને કેટલે અંશે – કઈ સીમા સુધી ખોટું ય છે – તથા – એની વિરૂદ્ધનું પણ તથ્ય કઈ સીમા સુધી સાચુંખોટુ છે એનું પ્રમાણ ભાન એનું નામ સ્યાદ્વાદ જ્ઞાન. અહો, કેટલું અસીમ ઉજ્જવળ-જ્ઞાન: