________________
૩૩૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
કોઈને સારા લાગવા માટે વાચાળ થવું અને સાચી વાત કરવાને બદલે સામાની અજુગતી વાતમાંય હા પૂર્યા કરવી એ સત્યનો દ્રોહ છે. સંયમ-સુવિનયપૂર્વક પણ શક્ય અસત્યનો પ્રતિકાર ખૂમારીથી કરી સત્ય સ્થાપવું જોઈએ.
T
ક્યારેક સામાનું અહિત થતું અટકાવવા એવા સમર્થ ર્થ પુરુષ પુણ્યપ્રકોપ પણ દાખવે. પોતાનો કક્કો ખરો કરાવવા નહીં કે પોતાનું જ્ઞાનીપણું - મહંતપણું સ્થાપવા નહીં કિન્તુ, કેવળ સામા જીવના હિતના આશયથી થોડો ઘણો પ્રકોપ દેખાડવો પડે.
સામાના હિતનું બહાનું આગળ ધરી પોતાની પ્રકૃત્તિ - વિષમ પ્રકૃત્તિ - નો કંઈ બચાવ કરવાનો નથી. સાધકે સર્વ પ્રથમ કાર્ય પોતાની પ્રકૃત્તિ અવિષમ બનાવવાનું કરવાનું છે. સ્યાદ્વાદપણે સ્વપરહિત સાધી જાણવું એ ઘણું જ દુષ્કર કામ છે.
70
ભાઈ ! અજ્ઞાન જેટલું ભયંકર નથી એથી કંઈ ગુણો અહંકાર ભયંકર છે. આ જીવ ભૂતકાળમાં અનંતવાર મહાજ્ઞાની તો થયો છે પણ અહમૂથી અળગો થયો નથી. જીવનું અનંતવાર સાધનાપથથી પથભ્રષ્ટ થવું અહંકારને કારણે જ સંભવ્યું છે.
1601
ભાઈ ! આપણે અનંતકાળથી સાધનાને નામે અપરંપાર કર્યું છે. અનંતવાર કર્યું છે. પણ બધામાંથી અહંકારનું વિષ નિર્મૂળ કર્યું નથી. આપણો કર્તાભાવ જ પ્રગાઢ થયો – અકર્તાસ્વભાવ તો છેક જ વિસરાય રહ્યો. કર્તાભાવનો ત્યાગ કદી સંભવ્યો નહીં.
VOGN
કર્તાભાવના પ્રાબલ્યથી જીવ જ્યાં ને ત્યાં વગર વિચાર્યે ડહાપણ ડોળતો રહે છે. દુનિયા આખીને વણમાગી સલાહ આપતો ફરે છે કે તમે આમ કરો - તેમ કરો - પણ પ૨મનિર્મળ જ્ઞાન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મૌન રહેવાનું મુનાસીબ માનતો નથી.
©
પ્રેમ જેવા પરમોચ્ચ વિષયની વાર્તા જ જ્ઞાની મહાઃય છેડતા નથી. એ વાર્તા કરવાનું એઓ ટાળે છે. કારણ વિમળ આત્મપ્રેમની જગતજીવોને કાંઈ સુધબુધ નથી. જ્ઞાની શું અનંત ઉંચાઈની વાત કરે છે જીવો શું ક્ષમતાથી એ સમજે છે ?