SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવનો સ્વભાવ છે કે જેની ચિંતા જાગે એનો ઉકેલ શોધવા એ અનાયાસે મથતો થઈ જાય. ખોજે એને ખરેખર મળી જ રહે છે. ચિંતા પ્રબળ જાગે તો ઉકેલની ખોજ પણ પ્રબળ થઈ રહે. અંતર ઉલઝનનો ઉકેલ ન મળે ત્યાં સુધી ક્યાંય-કશુંય ગમે નહીં એવી સ્થિતિ થાય. ૩૪૫ સત્ય જ્યારે કથનમાં આવે ત્યારે... અમુક અપેક્ષા વિશેષથી જ અમુક તથ્ય કહેવાતા હોય છે. બધા પડખા કંઈ વાણીમાં એકસાથે અભિવ્યક્ત કરી શકાતા નથી હોતા. કેટલુક કહેવા છતાં કેટલુક અધ્યાહાર પણ રહી જતું હોય છે. આમ થવું અનિવાર્ય છે. F મનોરંજનની આમ આદમીના જીવનમાં થોડીઘણી આવશ્યકતા હશે પણ ખરી – પરંતુ – આટલા બધા મનોરંજનની -- મનને આટલું બધુ બહેલાવવાની જરૂરત છે ખરી ? માનવીના સત્વનું શું ? એની સાત્વિક પ્રયોજનની નિષ્ઠાનું શું ??? કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયેતુ' – અર્થાત્ અતિ સર્વત્ર વર્જય છે. કોઈપણ વસ્તુની અતિ સારી નથી. સંયતભાવે દરેકનો સમાદર થાય એજ સમુચિત છે. જે સ્વસ્થ નથી એ સંયમી નહીં રહી શકે.ને.જે સંયમી નથી એ સ્વસ્થ નહીં રહી શકે. 710 પ્રમાદનો અર્થ બહુધા લોકો આળસ એટલો જ કરે છે પણ પ્રમાદ એટલે આત્મજાગૃત્તિના અભાવમાં જે કાંઈ થાય તે પ્રમાદ છે. પંચેન્દ્રિયના વિષયોમાં ગુલતાન થવું કે ક્રોધાદિ કષાય પોષવા એ પણ પ્રમાદ છે. પ્રમાદના સંસ્કાર અનાદિરૂઢ આત્માને વળગ્યા છે. 70 શુદ્ધાત્માની આનંદધારા કેવી અવગાઢ અને કેવી અવલ્લકોટીની હોય છે એ પામર અને પ્રમાદી જીવ જાણતો પણ નથી. પ્રમાદની અત્યધિકતાના કારણે શુદ્ધાત્માનું લક્ષ પણ સધાતું નથી ત્યાં એ લગનમાં મગન થવાનું ને આનંદધારામાં મહાલવાનું તો સંભવે જ ક્યાંથી ? ©Þ શબ્દાદિ વિષયોની આસક્તિ અલ્પ કરતો રહી જીવ જો સુપેઠે અંતર્મુખ થવાનો મહાવરો કરે ને ભલી પેરે અંતર્લીન થાય તો એને અપૂર્વ આનંદાનુભવ સંવેદાય અને એની તુલનામાં સહજ જ દુન્યવી તમામ સુખો ફીક્કા ભાસતા હોય એનો સહજ ત્યાગ સંભવ બની રહે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy