________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવને મોટાભાગનું ભાન તો પાછળથી આવે છે... વેળા વીતી ગયા બાદ એનો વિવેક જાગૃત થાય છે. આરાધનાની મહાદુર્લભ મોસમ વ્યતીત થઈ ચૂક્યા પછી જીવ લોહીના આંસુ સારે કે લાખ પસ્તાવા કરે પણ ... ગયેલો સમય ... !
૨૮૧
70©Þ
જીવે કોઈ મહાન ઉપાસના પરિપૂર્ણ જવલ્લે જ કરી છે. એણે હજારો ઉપાસના કરી છે પણ અધૂરી અધૂરી... કારણ, જીવમાં એવી સ્થિરતા-ધીરતા-ગંભીરતા બીલકુલ નથી. કોઈ કાર્ય હાથમાં લીધું કે એને સાંગોપાગ પૂરૂં કરવું એવું નિશ્ચયબળ નથી.
70
હું મનુષ્ય છું – એવુ ભાન ભરપુર છે – પણ – હું ઝળહળતી ચૈતન્યજ્યોત છું – એવું ભાન લગીર નથી. પોતાને પુરૂષ માની કે સ્ત્રી માની વર્તે-પ્રવર્તે છે, પણ પોતાને શુદ્ધ ચિદ્રુપ માની જીવતા નથી. શુદ્ધ ચિદ્રુપમાં કંઈ પુરૂષ-સ્ત્રી એવા ભેદ નથી.
70
અનંત વ્યતીતકાળમાં જીવે અગણિત વેશો ધારણ ર્યા. અહા...હા... જ્યારે જે ખોળીયામાં (દેહમાં) રહ્યો, એવો જ પોતાને તદ્રુપ માની રહ્યો ! હું કુતરો, હું કાગડો, હું બાળક-યુવાન-વૃદ્ધ-પુરૂષ, સ્ત્રી, નપુંસક એમ દેહ અનુસાર જ પોતાને માની રહ્યો !
0
નામ-રૂપમાં એવો ગુલતાન થયો કે પોતે ‘અરૂપીતત્વ' છે એ ભાન જ વિસરી ગયો ! સ્વપ્ને પણ યાદ ન આવ્યું કે પોતાનું કોઈ નામ કે રૂપ નથીઃ આકાર કે વર્ણ નથી. અનંત દેહો બદલવા છતાં સ્થાયી રહેનાર પોતે કોણ છે એ કદિ પિછાણ્યું જ નહીં !
--0
હર્ષનું મોજું આવે ત્યારે જીવ એવો ઉન્માદી થઈ જાય કે જાણે સર્વસ્વ પામી લીધું ! –કૃતકૃત્ય થઈ ગયો! શોકનું મોજું આવે ત્યારે જીવ એવો હતપ્રભ થઈ જાય કે જાણે સર્વસ્વ ગુમાવી દીધું ! પણ પોતે તો હર્ષશોક તમામથી નિરાળો નાથ છે એ ભૂલી ગયો.
©`
સાત ધાતુથી બનેલો આ દેહ જૂદો છે ને આત્માની ધાતુ (જાત) સાવ જૂદી જ છે. આત્મા તો જ્ઞાનઆનંદ ઈત્યાદી અનંતગુણથી ભરેલો છે. અલબત, આત્મા દેહપ્રમાણ વ્યાપ્ત છે તો પણ, બલ્બમાં વીજળીની જેમ એ દેહથી ન્યારો ન્યારો છે.