________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૨૫
સુખને પામવા વલખવું એ જ સુખ હોવા બરોબર છે. જરા ગંભીરતાથી આ તથ્ય સમજજો. સુખ મેળવવા વલખાં મારવાથી દુઃખ જ વધે છે. વલખાના કારણે સંતોષ દૂર રહેતા ઉભું સુખ દૂર જાય છે. અસ્વસ્થ થવાથી તો વિદ્યમાન સુખ પણ ભોગવી શકાતું નથી.
સંયોગવો સુખ જેણે માનેલ છે, એને સંયોગો વિખરાતા દુઃખનો અનુભવ થવાનો જ. માટે તો જ્ઞાનીઓ સંયોગને દુઃખ-પરંપરાનું મૂળ કહે છે. સંયોગોમાં રાચનારને એના અભાવમાં ખાલીપો સાલવાનો જ. સંસારમાં કોઈપણ સંયોગનો અભાવ તો અવશ્ય થવાનો જ?
@ જીવે સાંસારિક સુખ માણેલ છે એમ અધ્યાત્મસેવનથી ઉપજતા સંતોષ-સમતા-સમાધિ વિ.નું સુખ કદી માણેલ છે ખરું?તો બને સુખોની તુલના કરી એ સ્વતઃ અર્થાત આપમેળે નિર્ણય લઈ શકે કે નિર્વાણ આદરણીય છે કે નશ્વર જગત ?
જs જીવનમાં જે કંઈ શાતા-શાંતિ છે એ ઘણો સત્સંગનો પ્રતાપ છે. – નહીતર આ જીવ બેસુમાર ઉકળાટ અને ઉત્પાત જ અનુભવતો હોત. સમાહિતચિત્તે જીવનનિર્વાહ સંભવે છે એ સદ્ગુરુનો પ્રતાપ છે. જીવે આ મહાન ઉપકાર કદીય પણ વિસરવો ઘટે નહીં.
©© મધુપ્રમેહનો રોગી હોય એ પોતાના મનને સાકર ન ખાવા કેવી રીતે સમજાવે ? એમ જીવે રાગરસ ન માણવા પોતાના મનને વારવું – સમજાવવું ઘટે. હૃદયમાં ખૂબ ઘુંટવું જોઈએ કે, રાગના વિપાક ખૂબ ભંડા છે એની મીઠપ માણવા જેવી નથી.
જીવ સાધનામાર્ગે ખૂબ આગળ વધે પછી એક એવો તબક્કો આવે છે કે એણે બે વિકલ્પમાંથી – અર્થાત રાગ કે વીતરાગતામાંથી – એકની સ્પષ્ટ પસંદગી કરી એકને સરિયામ ભૂલી જવાનું હોય છે. ઘણી પરિપકવ પ્રજ્ઞાથી આ નિર્ણય થાય છે.
આત્મહિતની વાતને વાયદે નાખવી કે, કાલ કરીશ – પછી કરીશ – એના જેવી મુખમિ બીજી એકપણ નથી, જીવે કેટકેટલી વાતો અત્યાર સુધીમાં વાયદે રાખી ; પરિણામ શું આવ્યું એ સ્પષ્ટ નથી તોય જીવ શા માટે વાયદા કરવાનું બંધ કરતો નથી ?