SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સાધનાપથ અને આત્મજ્ઞાન - સાધકને ૫૨વા કેવળ નિજહિતનું પ્રયોજન સાધી લેવાની હોય છે બાકી અખીલ સંસારથી એ બેપરવા હોય છે. સ્વપરહિતનો હેતુ ન સરતો હોય એવું કશું પણ જાણવા કે માણવામાં એને મુદ્દલ રસ નથી. આથી એના તમામ કુતૂહલો શમી ગયા હોય છે. 70Þ આત્માના ‘મૌનવેદન’ને જાણવા-માણવાની જેને ઈંતેજારી છે એને બીજું બધુ જાણવું-કારવવું રૂચતું નથી. બીજું બધુ જાણવું બોઝરૂપ-ઉપાધિરૂપ-બલારૂપ ભાસે છે. સ્વભાવતઃ જ એની ઉત્સુકતા શાંત થઈ ગઈ હોય છે. સાધક એટલે ઉત્સુકતાનો અભાવ. 70 તુચ્છ વિષયમાં ઉત્સુકતા દાખવવી એટલે આત્મભાવનાનું ઊંડાણ ગુમાવવું. બ્રહ્મલીન પુરુષો તો અસ્તિત્વની અતળ ગહેરાઈમાં બિરાજેલાં હોય છે. – એ ઠેકાણું છોડી બીજે ક્યાં એ ઉત્સુકતા બતાવે? આથી એમનામાં કોઈ ઉત્સુકતા ક્યાંથી હોય ? નથી હોતી. 70F જગત પ્રત્યેની જિજ્ઞાસાને જીવ જેટલી વહેલાસર શમાવી શકશે એટલો એ આસાનીથી સહજાનંદીદશા પામી કૃતાર્થ થઈ શકશે. બાહ્ય જિજ્ઞાસાઓ શમ્યા વિના આંતરજિજ્ઞાસુ થવાતું નથી ને ગહન આંતરજિજ્ઞાસા વિના યથાર્થ સ્વરૂપબોધ લાધતો નથી. 70 પોતાના ચિત્તની પરિણતિ સુસંવાદી છે વા નથી એની આત્માર્થી સાધકને સદૈવ ખેવના રહે છે. ચિત્તપરિણતિ સંવાદી ન થાય ત્યાં સુધી આત્માર્થીને ચેન પડતું નથી. એની સર્વ તજવીજ માત્ર પરિણતિ સ્વચ્છ ને સંવાદમયી કરવાની જ હોય છે. 0 અંગમાં તાવ ધખતો હોય ને વ્યક્તિને કશું ય ગોટે-ગમે નહીં એમ આંતરપરિણતિ ડામાડોળ હોય ત્યારે સાધકને બધુ જ અભાવાત્મક-અભાવાત્મક લાગ્યા કરે છે. પરિણતિ સ્વચ્છ અને સ્વસ્થ થાય પછી જ એના વલખતા પ્રાણ જંપે છે. 70 ચિત્તપરિણતિ ડહોળાય કે ડામાડોળ બને એવું કશું સાધકે કરવું જોઈએ નહીં. એવા કોઈ સંગ રાખવા જોઈએ નહીં. . . એવું વાંચન પણ કરવું ન ઘટે...નિષ્પ્રયોજન કોઈ વિષયમાં માથું મારવું ઘટે નહીં... નાટક, સીનેમા, ટી.વી. છાપા, મેગેઝીન. સંગીત ઇત્યાદિમાં વિવેક વર્તવો ઘટે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy