SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સાધનાપથ અને આત્મજ્ઞાન અહહ....આવું આત્મલક્ષી જ્ઞાન સુણવા-વાંચવા મળે એ પણ પરમભાગ્યની નીશાની છે. જે મુમુક્ષજીવ નિરંતર ટકતી આત્મજાગૃત્તિને ઝંખે છે, એણે આ ગ્રન્થ માત્ર વાંચી જવો નહીં પરંતુ વારંવાર એનું વાંચન-મનન-અનુશીલન કરવું ઘટે છે. આ આત્મહીતકર બોધ જે ઊડી રુચિથી આત્મસાત્ કરશે એ અત્તકાળે અવશ્ય સમાધિ.શાતા અને શ્રેયઃ સરવાણીને પામશે. વળી ભવાંતરમાં પણ ઉચ્ચ આત્મભાવના પામી – આત્મધ્યાન આરાધી – ટુંકા ગાળામાં નિઃશંક નિર્વાણને વરશે. ગચ્છ અને મતના આગ્રહમાં જીવ કેટકેટલું ગુમાવે છે – કેટલું અમાપ નુકશાન પામે છે – એનો હિસાબ માંડવો મુશ્કેલ છે. હિતાર્થી જીવને મતાર્થ હોતા નથી. આગ્રહી જીવને અંતરવૃત્તિ થવી ઘણી કઠિન છે. ને એ થયા વિના કોઈ પ્રકારે ય જીવનું અનંતહિત થવું સંભવ નથી. આગ્રહ અને અભિનિવેશમાં પડી જઈને... અબુધ જીવો, આત્મા પરના આવરણ ઘટાડવાના બદલે ઉલ્ટા આવરણ વધારી બેસે છે. મિથ્યા મતાગ્રહમાં જ મસ્તાને રહી એ ધર્મનો વિશબોધ – મર્મ પામવાનું ચૂકી જઈ અણમોલ અવસર ચૂકી જાય છે... અનંત ભ્રાંતિઓ નિવારવાના કારણભૂત એવું જ્ઞાન પણ અપાત્ર જીવને પ્રાયઃ બ્રાંતિ વધવામાં નિમિત્ત થાય છે ? આગ્રહ અને અભિનિવેશ વધવામાં નિમિત્ત થાય છે ? આવરણ વધવામાં નિમિત્ત થાય છે ? અહંકાર વધવામાં નિમિત્ત થાય છે...! ઉપલબ્ધ જ્ઞાનનો ઉપયોગ બીજાને હતપ્રભ કરવામાં જે કરે છે, તે ઘોર અપયશ નામકર્મ બાંધે છે. પોતાનો પ્રભાવ પાથરવા જતા... સામો જીવ હીનતા કે ગ્લાનીને પામે એવું બુદ્ધિનું પ્રદર્શન કરનાર, જ્ઞાનને આવરનારા એવા ઘોર કર્મોને બાંધે છે. જ્ઞાની હોવા છતાં – સામા જીવનું હિતાહિત વિચારીને – સમયોચિત મૌન ધારી રહેનાર, ભલે કદાચ કોઈની નજરમાં અજ્ઞ કે અલ્પજ્ઞ જણાય, – પણ જ્ઞાનને એણે ખરેખર અંતરમાં પચાવ્યું છે... નિર્મળ જ્ઞાનાનંદ માણવાના એ પરમઅધિકારી છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy