________________
૩૬૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રભુભક્તો કહે છે કે કોઈપણ સ્થિતિ – સંજોગોમાં – કોઈપણ કાર્ય કરતાં પણ – પ્રભુને યાદ રાખોઃ પળપણ પ્રભુને વિસરો નહીં. અધ્યાત્મપ્રવણ પુરુષો કહે છે કે તમે ખૂદ ભગવત્સ્વરૂપ છોઃ તમારા એ પરમ આત્મસ્વરૂપને એક પળ પણ વિસારો નહીં.
©Þ
મોહરાજા જીવને સતત સમજાવે છે કે હે જીવ, આપણો સંબંધ અનાદિનો છે. એ સંબંધ વિસારવા તું વિચારતો પણ નહીં. ધરમનો ભેખ ભલે ધરે પણ ભીતરથી આપણા પક્ષનો બની રહેજે. ભૂલેચૂકેય ભોળવાયને તું પક્ષપલટો કરીશ નહીં.
70
અર્જુનને મહાભારત ખેલતા - સંબંધીઓ પર બાણ ફેંકતા - જેવી અવઢવ થયેલી એવી જ વિમાસણ જીવને અનાદિના સંગાથી મોહ સામે જંગ ખેલતા થાય છે. એ જંગ ખેલતા એનું જીગર કમજોરી અનુભવે છે. સદ્ગુરુના પ્રેરણાબળની જરૂર પડે છે.
મોહ સામેનો સંગ્રામ સમજણની કેવી સ્પષ્ટતા અને ભાવનાની કેવી સઘનતા માંગે છે એ અનુભવી સિવાય અન્યને અંશાંશ જેટલું પણ સમજણમાં આવતું નથી. ૫૨મ સત્વશીલ પુરુષોનાય પાણી મપાય જાય એવો આ ભીષણ સંગ્રામ છે.
0
આંતરશત્રુ સામે અથાગ જંગ ખેલીને જેઓ જિન થયા છે એમણે કેવું અનંતભવ્ય પરાક્રમ કર્યું છે એ જેના ખ્યાલમાં આવી શકે છે એનામાં જ ખરી પરમાત્મભક્તિનો ઉદ્ભવ થાય છે. એવી ભક્તિ ભક્તનેય ભગવાન બનાવીને જ પરિપૂર્ણ થાય છે.
0
જેની ભક્તિ કરે છે. જીવ જો એવો થઈ ન જાય. . . તો ભક્તિમાં જરૂર ખામી વા ખરાબી છે. ખૂબ ખરૂ કહીએ તો આપણી ભક્તિથી ભગવાન-અંતર્યામિ ખૂબ પરેશાન છે. જે એમને બિલકુલ પસંદ નથી એવું જ આપણે સતત માંગમાંગ કરીએ છીએ !
જી
મહાવીરની ભક્તિ કરવી હોય તો માયકાંગલાપણું મૂકી દેવું જોઈશે. આત્માને ઓળખી-ધ્યાવીને આત્મશક્તિઓ સ્ફૂરાયમાન કરવી જોઈશે. આત્મલીનતા વધા૨ીને અનંત આત્માનંદના ઉદધિમાં ડૂબી જવું જોઈશે. મહાવીર બની જવાય એ જ મહાવીરની ખરી ભક્તિ છે.