________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૨૩
જગતને કલ્યાણ ન કરવું હોય તો તું લાખ વાતેય પરાણે તે કરાવી શકનાર નથી. ખેર પરકલ્યાણનો વિમોહ તજી તારે જાતનું કલ્યાણ સાધી લેવા જેવું છે. બાકી, સંસારમાં હજુ જેને હાથે કરીને ભટકવું છે એને ભગવાને ઉગારી શકનાર નથી.
આ દુનિયામાં નિર્વાણ સુખ કોને જોઈએ છે ? રે, એ કેવી ગુણમાનું છે એની ય ગમ કોને છે જેને હજુ સંસાર ઊંડે ઊંડે રુચે છે તે વેશમાં હોય કે નગ્ન હોય પણ ભાવથી સાધુ નથી.નિર્વાણ સુખનો નમૂનો પણ જેણે ચાખેલ નથી એને શું કહેવું ?
જીવ, ભરમમાં પડીશ માં... નિવસની વાતો કરનારા બધા કાંઈ એના અનન્ય આશક હોતા નથી... વાતો કરે તેથી શું ? સાચા મુમુક્ષુએ એવા વાત-શૂરાઓથી ચેતવા જેવું છે. ગુરૂના નિર્મોહીપણાની તો મુમુક્ષુએ પૂરેપૂરી તલાસ કરી લેવી ઘટે. ,
યોગનો ભેખ રહી ગયેલ હોય ને અંદરથી યોગભ્રષ્ટ થઈ ચૂકેલ હોય એવા કેટલાય હોય છે. યોગભ્રષ્ટ થયાનું ગહનદઈ પણ જેના દીલમાં નથી – એવાઓ યોગની વાતો ક્યા મોઢે કરતા હશે એ કેમે ય સમજાતું નથી.
લાખોને સાથે લઈ મોક્ષમાં જવાની મુરાદ ઠીક છે. પણ, કોઈ કરતા કોઈ સાથે ન આવે તો ય મુક્તિસુખનું મૂલ્ય ઘટી જતું નથી. સાચો આશક ટોળાની પરવા કરતો નથી. ટોળાને જવું હોય ત્યાં જાય; પોતાનું ગંતવ્ય સ્થાન એ ચૂકતો નથી.
જs જે પરમાત્માને પોતે પાગલ બનીને ઉપાસે છે એ પરમાત્માએ સંસારને અનંત દુઃખનું મૂળ કહેલ છે ને મુક્તિને અનંતસુખનું કારણ કહેલ છે એ કેમ સમ્મત કરતો નથી ? – ઊંડા અંત:કરણથી કેમ એ સમ્મત કરતો નથી ? તો પછી પાગલ પૂજાનો અર્થ શો ?
વીતરાગની પૂજા-પ્રશંસા પારાવાર કરવી ને રાગરસ સેવવાનું તો છોડવું નહીં– રાગનો તો ગાઢરસ પરિસેવવો, આ વાત કેવીક ન્યાય સંગત છે ? જેની પૂજા કરે એની આજ્ઞા માનવાના બદલે સાવ અવળું જ વર્તન કરે – એનો ખેદ પણ નહીં– તો એ પૂજક કેવો ?