SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જો તમારે સુખી જ થવું હોય તો પલટાતા ભાવો પ્રતિ અતી લાગણીઘેલા ન બનો. લાગણીઓ પર બને તેટલો સંયમ રાખો. પ્રેમ-પ્રતિષ્ઠા-પૈસા-પરિવાર-ઈત્યાદિ જે પરિવર્તનશીલ છે એને ચીર-સ્થાયી કે શાશ્વત ટકાવવાની ટૂંકી બુદ્ધિ ત્યજી દો. રહેવું હોય તે રહે અને જાવું હોય તે ભલે જાય. ૪૪ સમજો તો પરિવર્તનની પણ અનેરી મજા છે. નવું નવું નાટક તો જોવા મળે છે ને ?! ભાઈ, તારો ધ્રુવ સ્વભાવ સદા અપરિવર્તનશીલ છે—એનાથી શાશ્વત-પ્રેમ'ના કોલકરાર કર ને..બાકી, જગતનું નાટક તો ત્રણે કાળ જોવા જેવું જ છે. – એ એવું જ રહેવાનું...અનંતકાળ 70 સાગરના ઉપલા સ્તર ઉપર ચાહે તેવા ઝંઝાવાત કે તોફાનો હોય – ખળભળાટ મચ્યો હોય – પણ સપાટીથી નીચે અંદરના ભાગમાં સાગર સાવ ક્ષોભરહિત-શાંત હોય છે. એમ ઉપલા સ્તરને બાદ કરતાં, આપણી ચેતના અતળ ગહેરાઈ સુધી નીરવ-શાંત ઠરેલી જ છે. 70T ભીતરમાં અગાધ શાંતી છે ત્યાં કોઈ ખળભળાટ નથી. ચેતનાના ઉપલક સ્તરે વિકલ્પોનું તોફાન ચાલતું હોવા છતાં, ભીતરની ગહેરાઈમાં ઘેરી પ્રશાંતી પથરાયેલી છે. આથી જ જે ભીતરમાં ઉતરી જાયું એ અત્યન્ત શાંત - સમાધિસ્થ બની જાય છે. 70 જીવને ચેતનામય રહેવું ગમે છે. - જડ રહેવું ગમતું નથી: પણ,ચેતનામયી રહેવા માટે જે ઉત્કટ પુરુષાર્થ કરવો પડે તે કરવો પાલવતો નથીઃ ચૈતન્યની ઉપાસના કરવી રહે તે કરવી પરવડતી નથી! આથી જ મોટા ભાગના લોકો જડવત્ જીવન વીતાવે છે. 70 જાગૃતિના પરિણામે નિષ્પન્ન થતી શુદ્ધતા...બુદ્ધતા...ચૈતન્યઘનતા એતો સર્વને પ્રીય હોય છે—પણ, જાગૃતિ ખીલવવા યત્ન ઓછા કરે છે. ભટકતા મનને આત્મકેન્દ્રિત કરવા ઘણી ગહન સમજદારી અને પ્રચૂર ખંત જોઈએ છે. જાગૃત્તિનું મૂલ તો ચૂકવવું જ રહ્યું... 70T જાગૃત રહો...હરપળ જાગૃત રહો... જડતા જેવું બીજુ કોઈ કલંક નથી. સમજો તો જડતા છે એ જીવતે જીવ મૃત્યુ છે. જડતા છે ત્યાં જીવન જ નથી. સાધકે પ્રતિપળ સંચેતનામય વીતાવવી ઘટે છે. હરપળ હોશમાં રહેવું એનું નામ જ વસ્તુતઃ જીંદગી છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy