________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે નાથ ! જાણ્યે-અજાણ્યે ખોટાને પોષણ-ઉત્તેજન આપ્યું હોય તો ખરા દિલથી ક્ષમાવું છું... જાણ્યેઅજાણ્યે પણ કોઈ જીવોના અહિતમાં નિમિત્ત થઈ જવાયું હોય તો ભીના દયે ક્ષમાવું છું – ભાવીમાં એવું મારાથી કદીપણ ન થાઓ એમ પ્રાર્થુ છું.
૨૩૮
ભાઈ ! સ્થિતપ્રજ્ઞોની વાત નિરાળી છે. – બાકી, ખેંચાતાણીની પળોમાં સત્યના સ્વચ્છ સંપૂર્ણદર્શન લાધવા સંભવ નથી. આગ્રહની પળોમાં સત્યનો નિર્ણય થઈ શકતો નથી. કારણ કે આપણું મન આપણને હંમેશા ‘હું જ સાચો' એમ મનાવવવા મજબૂર કરે છે.
પ્રભો ! સ્વનું અને સમષ્ટિનું સંતુલીત હિત સાધવાનું જ મારૂ એકમેવ પ્રયોજન છે. મારા મન-વચનકાયા એમા સહાયક થાઓ – બાધક ન થાઓ. દૈનંદિન એ પરમપ્રયોજનમાં લીન થતો હું એ સિવાયનું સઘળુંય ભૂલી જવા ચાહું છું.
©Þ
હ્રદયના નિગૂઢમાં નિગૂઢ કોઈ પ્રદેશમાંય માયા ન રહે એવી પરમનિર્મળતા હું ઝંખુ છું. ક્યારેય મારા વડે માયા ન થાય ને ભલી સરળતા સદૈવ બની રહે એ મારી ઊંડી મંછા છે. પ્રાણાન્તે પણ હું અંતઃકરણથી સરળ અને સર્વહિતલક્ષી બની રહું.
©`
બાળ્યા એવા બળીશું અને ઠાર્યા એવા ઠરીશું' – એ કદીપણ ભૂલવા જેવું નથી. કોઈનો જીવ બળે એવું કાર્ય કરેલ હશે તો નિષે ભાવીમાં આપણે પણ એવું જ માઠું ફળ ભોગવવું પડશે. નાના જંતુને પણ દુભવવો નહીં એ સર્વ ધર્મની પ્રથમ શિક્ષા છે.
જીરું
ન્યાયનો વિષય ઘણો ગહન છે. જીવનભરમાં જાણ્યે-અજાણ્યે ક્યારેય પણ અમારા વડે કોઈને અન્યાય થયો હોય તો ભીનાહ્રદયે ક્ષમાવીએ છીએ. બીજો જન્મ જો અમારે લેવો જ પડે એમ હોય તો અમે ન્યાયવિશુદ્ધ જીવનધારા ઝંખીએ છીએ.
7/0
સ્વનું અને સર્વ જીવોનું જે કોઈપણ પ્રકારે અત્યધિક શ્રેયઃ થાય એમ જ વર્તવાનો અમારો હ્રદયાશય છે. પરમાત્મા અમને એવી સન્મતિ આપો કે સ્વનું વા કોઈનું લેશ પણ હિત ન થવાય અને સ્વ-પર ઉભયનું સંતુલીત ઉત્કૃષ્ટ શ્રેયઃ સધાય એમ વર્તી રહીએ.