________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૨૭
=
-
કહેનાર આપ્તપુરૂષે બોધેલી વાત – જેમ બોધી છે તેમ જ, યથાતથ – સમજાવી એ મહાન સદ્ભાગ્યની વાત છે નહીંતર તો કહેનાર કહે કંઈક અને સાંભળનાર સમજે કંઈક, ખરે જ જ્ઞાનીપુરુષના વિરાટ્ હાર્દ કળવા એ મહાભાગ્યની બીના છે.
05
`સગાવહાલા' શબ્દ વપરાય છે. સગા સાથે વહાલા વિશેષણ જોડાય છે – પણ, વસ્તુતઃ કોણ સગા, કોને કેટલા વહાલા છે એ ગવેષણાનો વિષય છે. અલબત વહાલા હોવાનો દેખાવ અરસપરસ ઘણો કરવામા આવે છે – પણ.....!
70T
અવલ્લકક્ષાના કલ્યાણમિત્ર બની રહે એવા સુજન-સાથીને ઊંડા હાર્દથી ઝંખી રહ્યો છું. જેનામાં ગહન સમજદારી... ગહન વિવેકશીલતા... ગહન તત્વરુચિ... ગુણની કદરદાની અને અધ્યાત્મની નીતનવી ગહેરાઈઓ ખેડવાની ખેલદિલી હોય...
©`
પ્રભુ ! પ્રભુ ! દ્વિધામાં ને દ્વિધામાં સાધકની બહુમૂલ્ય શક્તિનો અને સમયનો કેટલો દુર્વ્યય થાય છે ? સાધક સ્પષ્ટ નિર્ણય કેમ નહીં કરી શકતો હોય કે મુક્તિની વાટ પકડવી છે કે માયાનગરની ? દોરાહા સ્થિતિથી તો અપાર નુકશાન થાય છે.
05
હૈયું અહર્નિશ નવી નવી હરણફાળ ભરવા ઈચ્છે છે. દૂર-સુદૂર જવા તડપે છે... પણ રાહભાન નથી. નિરંતર આ જ વિમાસણ ચાલે છે. શોચી શોચીને હૈયું નિરંતર થાક અનુભવે છે. સુવર્ણ પિંજરમાં બેસવું કે અનંત મુક્તાકાશમાં વિહરવું?
©
મળ્યું તો છે અણમોલમાં અણમોલ જીવન – પણ માનવી પાત્ર નથી. ગમાર આદીવાસીને ગંધર્વના ગાન સુણવા મળ્યા જેવું થયું છે. આ ખરે જ કરુણ હકીકત છે કે માનવીને શું મળ્યું છે એનું એને ખૂદને કાંઈ જભાન નથી. મૂઢ... અવિચારી...!!
મધુરજનીની વેળાએ કોઈ, મામુલી બાબતની માથાફોડ કરવા બેસી જાય તો એ કેવી બેહદ બેહુદી ઘટના લેખાય ? એમ સત્ય આરાધવાના અણમોલ અવસરે જેઓ વાદવિવાદમાં વ્યસ્ત રહે છે એ કાગડાને ઉડાડવા કોહીનૂર ફેંકી દે છે.