SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૩ મનના ચિત્રવિચિત્ર પરિણામને સતત સજાગપણે અવલોકતા રહેવામાં, ઘણી ખેવનાની આવશ્યકતા છે. આ કેવું દુષ્કર કાર્ય છે એ કરનારા જ જાણે છે. પ્રારંભમાં પુનઃ પુનઃ સજાગતા ચૂકાય છે ને પુનઃ પુનઃ નાસીપાસ થયા વિના મહેનત ચાલુ રાખવી પડે છે. @OS આપણા સૌના અસ્તિત્વમાં કોઈ અપાર્થિવ આનંદધારાની પ્રગાઢ પિપાસા સતત અવિરત પ્રજ્જવળતી હોય છે. અસ્તિત્વમાં ઊંડા ઉતરીએ ત્યારે એનો પરિચય થાય છે. એ પિપાસા આત્મધ્યાન વિના કેમેય પરિતૃપ્ત થવાની નથી. મૂક અસ્તિત્વમાંથી ઉઠતી નૈસર્ગિક વેદનાને ભાષા સાથે કોઈ સંબંધ નથી. કક્કાનો “ક” પણ ન જાણનાર જીવમાં...અરે પશુ-પંખીમાં પણ એવી અધ્યત્મિક વેદના પ્રગટી-પાંગરી શકે છે. ખરો આધ્યાત્મિક વિકાસ એ બાદ સર્જાય છે. @ s માણસ બીજા લાખ પ્રયત્ન કરે પણ અસ્તિત્વગત મૂળભૂત આવશ્યકતાની પરિપૂર્તિ નહીં કરે ત્યાં સુધી સાચો આંતરતોષ થવાનો નથી. અસ્તિત્વમાં મૂળભૂત ભૂખ છે પ્રેમ-શાંતિ-સંતોષ-આનંદ ઇત્યાદિની. ત્યાં ધન-વૈભવ-પદ-પ્રતિષ્ઠાની કોઈ ભૂખ નથી. આંતરતમનો અજંપો પૂરવા માણસ અનેકવિધ બાહ્ય સિદ્ધિ-પ્રસિદ્ધિ પામવાના અથાગ પ્રયાસો કરે છે. આથી સમસ્યા હલ થતી નથી ને માનવી ભાંગી પડે છે. બહું મોડે મોડે એને સમજાય છે કે સમસ્ત પ્રયાસો નિરર્થક હતા. આધ્યાત્મિક વ્યથાને ભૂલવા જ માનવી આત્માથી દૂર દૂર જઈ હજારો અવાંતર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. પ્રેમ-શાંતિ-આનંદની ભૂખ, એ સ્વભાવથી વેગળો થઈ બીજા અગણિત વિલક્ષણ આયામો વડે તૃપ્ત કરવા મથે છે...આનાથી મોટો વિપર્યાસ ક્યો હોઈ શકે !!? 70 વર્તમાન માનવ બાપડો બહુ ભટકી ગયેલ છે. સ્વભાવથી એ લાખો યોજન દૂર થઈ ચૂકેલ છે. સ્વાભાવિક માંગ શું છે...અંતરતમમાં કઈ ઉણપ અનંતકાળથી ચાલે છે...કઈ રીતિ-વિધિએ એ ઉણપની પૂર્તિ થાય ?? એ સુધબુધનો છાંટોય નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy