________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૯૭
=
અનુભવી પ્રબુદ્ધપુરુષોએ જીવને એકતાનથી આત્મહિતપ્રવણ બની રહેવાનો પ્રબોધ કરેલ છે. પ્રથમમાં પ્રથમ – વિશ્વકરુણાના બદલે – એકતાનપણે આત્મયની જ ઘનગાઢ સાધનામાં ડૂબી જવા જ્ઞાનીઓ ઊંડો પોકાર કરે છે.
જ્ઞાનીની આજ્ઞા મતભેદોથી ઉદાસીન અને મધ્યસ્થ રહેવાની છે. સ્વપરનું શ્રેય જ અગ્રીમ રાખવું. સ્વ કે પર કોઈને ય લાભ ન થાય એવી ખેંચતાણી કરવાનો શું અર્થ? સારી અને સાચી પણ વાત આગ્રહ કે તંતમાં જાય ત્યારે ઉલ્ટી અરુચિકર બની જાય છે.
અહાહા.વિરાટું વ્યતીતકાળમાં... આ જીવે કલ્પનાતીત અશાતાઓ ભોગવી છે. આજે શાતામાં પડેલ છે એટલે ભૂલી જાય છે કે આત્મહિત ન સાધ્યું તો એવી એવી અશાતાઓમાં પુનઃ પટકાવું પડશે કે જેનું કલ્પનાચિત્ર પણ કાળજું કંપાવે એવું છે.
©©e ભા...ઈ...આ મનુષ્યજન્મ એવો અદ્દભૂત છે કે જો આત્મા સાવધ ને સજાગ બને તો અનંતકાળના દુઃખ-દર્દ-દુર્ભાગ્યથી ઉગરી જઈ..., ભાવી અનંતકાળ પરમાનંદનો ભોક્તા બની શકે છે. માટે આ વિલાસનો નહીં પણ વિવેક જગાવી તરવાનો સમય છે.
DONS ભાઈ ! ગુમાન ન કરીશ હ... મોટા મોટા પૂર્વધર જેવા મહાજ્ઞાનીઓ પણ છેક એકેન્દ્રિય દશામાં સબડતા થઈ ગયા છે, અનંતકાળપર્યત... મહાતપસ્વીઓની પણ એવી સ્થિતિ થઈ છે. માટે મારી એવી હીનદશા નહીં થાય એવા ગર્વમાં બિલકુલ રહેવા જેવું નથી.
જDAS પીડા દેહને થાય ત્યારે પીડા “મને થાય છે – “મને વેદાય છે – એ ખ્યાલ તત્વતઃ સરિયામ ખોટો છે. અલબતું, આત્માને પીડા જણાય છે ખરીઃ દેહ કે મન પીડાય રહ્યા છે એવું જ્ઞાન જરૂર થાય છે. પણ જાણનાર તો જાણનાર’ રહે છે – જાણનાર પોતે જરાય પીડાતો નથી.
રૌરવનર્કના હાહાકાર વર્તાવતા અસીમ દુઃખો મધ્યેય – જેના અંતરમાં પૂર્વસંસ્કારવશ સમ્યજ્ઞાનનો ઉદય થાય છે એ તો પોતાને જાણનાર જ માને છે – વેદનાર નહીં. અર્થાત કરપીણ દુ:ખો એને વેદાતા નથી: કેવળ, જ્ઞાનમાં જણાય છે. ખૂબ ગહનવાત છે આ.