SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ સાધનાપથ અને આત્મજ્ઞાન સાકર પરની માખી એની મીઠાશ મનભર માણે ખરી પણ એ ચોંટી જવાની નથી: મન થશે કે તત્કાળ ઉડી જવાની છે. એમ ક્યાંય અંધાનુરાગથી ઝાઝુ ચોંટી ન જાવ. વખત આવ્યે સહજભાવે છોડીને અન્યત્ર ઉડી શકાય એવી ગુંજાશ રાખો. 70 આધાર તો એકમાત્ર આત્માનંદનો જ કેળવી જાણો. જે સદાય, અનંતકાળ તમારી સાથે ને સાથે જ રહી શકે. જે કાલે છોડવું જ પડે એવા અનિત્ય સંયોગો પર આધારબુદ્ધિ રાખવામાં કોઈ શાણપણ નથી. માટે સ્વભાવાનંદથી જ મસ્ત મસ્ત રહો. 70 કોઈપણ કાર્ય કરવાની ખોટી અધીરાઈ ન હોવી ઘટે. આવી અધીરાઈ એ કર્તાભાવની અવગાઢતા જ સૂચવે છે. કરૂકરૂનો આવો વધુ પડતો લગવાડ ખૂબ હાનિકર છે. આથી સહજતા – સ્વભાવિકતા – સ્વસ્થતા ન રહેતા કાર્ય પણ બગડે છે. 70 અંદરથી કર્તાભાવની ચટપટી ઉપડતી હોય તો ધૈર્ય કે ગાંભીર્ય રહેતા નથી. એથી આવશ્યક વિવેકવિચારણા થવી પણ સંભવતી નથી. કરૂકરૂ – ની ઉત્તેજનાથી શ્વાસની ગતિ અનિયમિત થાય છે. લોહીનું દબાણ પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ભાઈ...! કોઈપણ કાર્ય તો એના નિયમાનુસાર જ થાય છે. કાર્ય થવા કે ન થવામાં અનેક અનેક પરિબળો કામ કરે છે. લાગણીમાં તણાયને, પરાણે કોઈ કાર્ય ઉભું કરવા જતા કંઈ કામ તો બની જતું નથી પણ પોતાને નુકશાન નિયમથી થાય છે. 0 માટે ‘સહજતા’ રાખવી... સહજભાવે ઉચિત ઉદ્યમ કરવો પણ વધુ પડતી એવી આશાની ઉત્તેજનામાં તણાવું નહીં કે કાલ હતાશ થવું પડે. ભાઈ, બહારમાં કંઈ જીવનું રાજ ચાલતું નથી. હા, સ્વભાવરમણતાનું કાર્ય જીવને સ્વાધીન જરૂર છે. 73 પોતાની ધારણા મુજબ ચાલે એવી વિશ્વવ્યવસ્થા નથી. તીર્થકર જેવા પુર્ણપુરુષોનું પણ ધાર્યુ થયું નથી એમની અમિતભવ્ય ભાવનાઓ અનુસાર વિશ્વનું તંત્ર ચાલ્યું નથી. હાં, જીવ પરિપૂર્ણ સફળ થઈ શકે છેઃ- સ્વાત્માનું પૂર્ણ શ્રેયઃ સાધવામાં
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy