________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અજ્ઞાની, મોહી અને પ્રમાદી જીવ જ્યાં સુધી એ ત્રિદોષમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી જીવનનું ખરેખરૂ પરિશોધન કરવા જોગી સ્વસ્થતા જ એનામાં પાંગરતી નથી. અંતર્યામિ પ્રભુ આ ત્રિદોષમાંથી જીવને
ઉગાર.
૧૬૪
70Þ
હે નાથ ! જીવનું અજ્ઞાન જ એવું જાલિમ છે કે મોહની બલામાંથી છૂટવું આસાન નથી. રાગના કારણે જીવ, તુચ્છ પરપદાર્થમાં પણ અપૂર્વ મહાત્મય દેખે છે. વળી પ્રમાદ પણ એવો પરિગાઢ છે કે ભ્રાંતિ ભેદવા કોઈ સમ્યક્ષુરુષાર્થ પણ થતો નથી.
©
જ્યાં જે નથી ત્યાં તે માની લેવું એનું નામ જ ભ્રાંતિ છેઃ મિથ્યાત્વ છેઃ ભ્રાંતિનો પણ અનુરાગ આપણો એટલો તીવ્ર છે કે એને ભેદવાની સમર્થતા આપણામાં નથી. કાશ, ભ્રાંતિ ભેદાયા વિના અનંતદુઃખથી મૂકાવાનો બીજો ઉપાય નથી.
0
જ્યાં નથી ત્યાં જ જીવનનું મહત્તમ સુખ જીવ કલ્પનામાં માને છે. અને વસ્તુતઃ જ્યાં પરમોત્કૃષ્ટ સુખ છે ત્યાં જીવની મતિની ગતિ નથી. બુદ્ધિથી જીવ અસીમ અતીન્દ્રિયસુખનો પરિતાગ લેવા માંગે તો તે તો સંભવ જ નથી.
0
જીવને સ્ત્રી-ધન-પરિવાર-આબરૂ ઇત્યાદિ સુખનો જ પરિચય છે. એથી ઠોકર ખાય તો પણ એમાં જ રાચે-માચે છે. એનાથી અવાંતર કોઈ સુખનો એને પરિચય જ નથી – ત્યાં એની ગહન પિપાસા એ ધરે જ ક્યાંથી ?
70
અલબત, દુન્યવી સુખોથી ન્યારા એવા પરમોત્તમ સુખ અંગે જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે . પણ.... મૂઢ અને ગૂઢ એવો આ જીવ એ સુણવા બધીર છે. જ્ઞાનીના, નિષ્કામ-હિતસ્વી પુરૂષના - વચનોમાં, જીવને વિશ્વાસ જ નથી.
D
જ્ઞાની આંતરડીથી ઈચ્છે કે એકવાર – માત્ર એક જ વાર – જીવ અતીન્દ્રિય સુખનો આસ્વાદ સુપેઠે માણી જાણે બસ. પછી જીવની મરજી. એણે ક્યું સુખ પસંદ કરવા યોગ્ય છે; એનો નિર્ણય ભલે એ જાતે જ કરે.