________________
૬૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
કદરદાનીની વાત નીકળી છે ત્યારે એ કટુસત્ય નોંધી લો કે, કોઈને બીજાના ગુણની કદર કરવી મૂળતઃ પસંદ જ નથી. મોઢેથી કોઈ તમારા ગુણગાન ગાતા હોય તો પણ માની લેવા જેવું નથી કે એ ખરા કદરદાન છે. બીજાના ગુણ દેખી દિલથી પ્રમુદિત થાય એવા જીવ તો વિરલમાં વિરલ હોવાના.
70
પોતાનો માંહ્યલો પોતાની કદર જાણે એવી ગુણમયી આત્મસ્થિતિ બનાવી જાણશો તો જે ગહન આંતરતૃપ્તિ લાધશે એ જગતના જૂઠાં સર્ટીફીકેટોથી કદીય લાધવાની નથી. ભાઈ, તમારો આત્મા સ્વયંના ક્ષમા, સંતોષ, સમતા ઇત્યાદિ અનેત ગુણોથી ભાવિત-પ્રભાવિત થાય એવું કરો.
©`
જગતના ગાંડાઘેલાં આચરણોનો કોઈ પ્રતિભાવ ન આપવાનો દૃઢ સંકલ્પ કરી લેજો. કોઈ અનુકૂળ વર્તે તોય ઠીક ને કોઈ પ્રતિકૂળ વર્તે તોય ઠીક...બધાને સમદષ્ટિથી જ નિરખવાનો દૃઢ સંકલ્પ કરી લેજો. એથી તમારી જીંદગી ઘણી નિષ્કલેશ બની જશે.
પ્યારા સાધક ! તારો આત્મા સ્વયં જો તારો સત્કાર કરતો હશેઃ તારા ગુણમય વર્તનથી જો તારો અંતર્યામી સંતુષ્ટ હશે...તો જગતના માનપાનની તને નિઃસર્ગતઃ જ ગૌણતા થઈ જશે. તારો અંતર્યામી પ્રસન્ન થઈ તારો પરમાદર કરે એવી યોગ્યતા તારે પામવી ઘટે.
©Þ
આખું જગત તને માન-સન્માન આપતું હશે – પણ જો તારો જ અંતર્યામી; એની નજરમાં તું હીન હોઈશ; તો દુનિયા આખીના આદર છતાં તને અંદરમાં કોઈ અવ્યક્ત ઉણપ જ સાલ્યા કરશે – એથી તું ગહન અંતરતોષનો અનુભવ પામ્યા વિનાનો જ રહીશ.
70
ભાઈ, અંતઃકરણ ડંખે એવું કાર્ય તું લાખ ભોગેય ન કરીશ. પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિ પહેલા ઊંડું અંતઃકરણ એમાં સંમત છે કે ના-સંમત એ તપાસી જજે. કોઈ પણ ભોગેય તારા અંતરાત્માનો આદર-પ્રેમસદ્ભાવ તારે ખોવો ઘટતો નથી.
0
મનનો શોરબકોર ખૂબ ભારે હોય અને એવે વખતે અંતઃકરણના ઊંડાણમાંથી કોઈ ધ્વની સાવ ધીમો આવતો હોય – તો પણ, કાન અંતઃકરણને દેવા ઉચિત છે. એવે વખતે પણ ઠરીને ઊંડા અંતઃકરણને સુણવું – સમજવું જોઈએ.