________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૧
રૂડો અભ્યાસ પડી ચૂક્યા પછી તો... નાના મોટા ઉપસર્ગ કે વિનો આવે તો પણ એના કેવળ જ્ઞાતા રહી, એનાથી અવિચલીત રહી શકાય છે. અને સહજપણે સમાધિ જાળવી શકાય છે. ગમે તેવા કષ્ટો પણ આનંદસમાધિને ડહોળી શકતા નથી.
જ્ઞાનીઓ કહે છે કે અન્ય કોઈ જીવોનો દોષ નથી – પણ ભોગવનારે પોતે જ એવા કર્મ ભૂતકાળમાં બાંધેલ છે માટે વિષમસ્થિતિ ભોગવવી પડે છે. વિષમદશાને પણ સમ પરિણામ ભોગવતા જૂના ખરી જાય છે અને નવા અનુબંધો બંધાતા નથી.
©OS પોતે પૂર્વે ન બાંધેલ હોય એવા ભોગવટા કોઈ જીવને ભોગવવાના આવતા નથી. કર્મ બાંધતી વખતે સેવેલ હોય એવા ભાવો-મનોભાવો જીવને ભોગવતી વેળાએ પુનઃ થાય છે. તે ન થવા દેતા, માત્ર સમતાભાવે જૂનો હિસાબ પતાવી દેવો ઘટે છે.
જીવ જો કર્મના ઉદય સાથે ભળે નહીં... અલિપ્ત રહી, સાક્ષીમાત્રપણે કર્મથી ઉભી થયેલ વિષમતાનો માત્ર જોનાર-જાણનાર બની જાય અને હર્ષ-ખેદ ન કરે તો જૂના અપારકર્મો નિર્જરી અર્થાતું નિવર્તી જાય અને નવા બિલકુલ બંધાવા ન પામે.
કર્મોદયની આંધી આવે એવા સમયે પણ આત્મસ્થિરતા ટકાવી રહે તે અઠંગ સાધક બની જાય છે. કસોટીની એ વેળાએ પણ શાંત સ્વભાવ ન ચૂકનાર ગહનમાં ગહન શાંતિ-સમતા-સમાધિ પામી. સદાકાળ સહજ સમાધિમાં ઝૂલતો થઈ જાય છે.
સ્વભાવમાં જે કરેલ છે – સ્વભાવજન્ય સહજસુખથી જે પરિતૃપ્ત છે એને વિષમ ઉદયો પણ વિષમ લાગતા નથી. એવા ઉદયો ઉલ્ટા એની સ્વભાવમગ્નતા વધારનાર બની જાય છે. સ્વભાવસુખ જ એવું અદ્દભુત છે કે બાહ્ય વિષમતા નગણ્ય બનાવી દે છે.
પૂર્વકર્મ અનુસાર બાહ્યજીવન જેવું પણ વ્યતીત થાય એવું પસાર થવા દેવાનો અને અત્યંતર જીવનમાં જ મસ્તાન રહેવાનો સાધકનો સ્વભાવ હોય છે. અંતરંગ જીવનમાં એ એવો ગુલતાન હોય છે કે બાહ્યજીવનના ઉપદ્રવો એને અસરકર્તા બની શકતા નથી.