SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક અને સરળતા ૩૮૩ નથી. સ્વાત્માને જ બોધ કરવા એ ઉત્કંઠીત હોય છે. પોતાની જાતને હજું ઘણો બોધ પરિણમવાનો બાકી હોય ત્યાં અન્યને બોધીત કરવાની ચટપટી શું હોય? હોતી જ નથી. સરળ આત્મા અંતરના અવાજને અનુસરીને ચાલે છે. અંતરાત્માને ખરેખરો ખપ શેનો છે એ ગવેષીને –એ ઇષ્ટ પ્રાપ્તિ અર્થે – સમ્યગુ યત્ન કરી જાણે છે. પણ કોઈપણ ઇષ્ટપ્રાપ્તિ અર્થે ન્યાયમાર્ગથી મૂત કદી થતા નથી. ઇષ્ટપ્રાપ્તિ ન થાય કે એમાં વિલંબ થાય તો પણ અધીર થતા નથી. આત્માના સાચા અવાજને ઓળખવા અને ન્યાય આપવા એ યત્નરત હોય છે. એને આત્માના સાચા સુખ-શાંતિ-સંતોષથી મતલબ હોય છે. એથી નિજહિતનું પ્રયોજન સાધવામાં એ નિમગ્ન હોય છે. કોઈ વ્યર્થ વૃત્તિ-પ્રવૃત્તિમાં એ સ્વભાવતઃ જ રાચતા નથી. સરળ આત્મા મૃદુ હૈયાના હોય છે. કઠોર હોતા નથી. સર્વ કોઈ સાથે એમનો વ્યવહાર મૃદુ હોય છે. પોતાના મન સાથે પણ એ ઘણુ કરીને મૃદુતાથી-સમજણથી કાર્ય પાર પાડે છે. આથી સરળ આત્માને ઇષ્ટસિદ્ધિ થવી સુગમ-સરળ હોય છે. | સરળ આત્મા દેખાદેખી ખાતર ઉધમાતો કરી જીવનશાંતિ જોખમમાં મૂકતા નથી. દેખાદેખીથી કોઈ વસ્તુ કે વૈભવ મેળવવા એ લાલાયત થતા નથી. કોઈની કોઈપણ સારી સામગ્રી ઉપર એ એવી નજર નાખતા નથી. કોઈના ધન-ઐશ્વર્યા-રૂપ ઇત્યાદિ દેખી ઈર્ષાવંત થતા નથી કે તૃષ્ણાતુર થતા નથી. નાના શિશુ જેવી નિર્દોષતા હોય છે એમની. પુરુષાર્થમાં હંમેશા સહજતા રાખવી એ સરળદિલ સાધકનું સાધનાસૂત્ર હોય છે. હૃદયની ભલી સંમતિ વિના હઠથી કે હડથી કોઈ અભિયાનમાં ધસી જવું સરળ આત્મા મુનાસિબ લેખતા થિી. સ્વહિતનો નક્કર પુરુષાર્થ છોડી; ખોટી હડીયાપાટું કરવા એ કદી તત્પર થતા નથી. સરળતા ખરેખર સઘળા ગુણેમાં અદ્વિતિય એવો શ્રેષ્ઠ ગુણ છે. સરળતાવિહોણી જીંદગી એ ઘણી જ કનીષ્ઠ જીંદગી છે. સરળતા છે ત્યાં જ સાચું સુરમ્ય-જીવન છે. સરળ આત્મા પોતાની આંતરપરિણતિ ભાવવિભોર રાખે છે. આંતરપરિણતિના લક્ષ વિના કેવળ કોરા ક્રિયાકાંડ સાધીને પરમાર્થ સાધી લીધાના વિભ્રમમાં રાચવું સરળદિલના સાધક પસંદ કરતા નથી. સરળહૃદય ભાવના પ્રધાન હોય છે. સરળહૃદયમાં અગણિત શુભ્રભાવનાઓની સરવાણી વહેતી હોય છે. સરળહૃદયની સંવેદનાશક્તિ ઘણી તીક્ષ્ણ હોય છે. હૃદયની હળવાશના કારણે એમની સંવેદનક્ષમતા ઘણી ઉત્કટ હોય છે. એ સંવેદનજડ કે લાગણીવિહિન હોતા નથી પણ કરુણાળુ-ક્ષમાવાન-પ્રેમવંત અને સદ્ભાવભર્યા હોય છે. સેવા-સહાનુભૂતિથી ભરેલા હોય છે. સપુરુષોના બોધને સર્વાધિક પાત્ર હોય તો એ સરળ આત્મા છે. સરળ આત્મા ખોટી શંકા-કુશંકા કે તર્કવિતર્ક કરનાર હોતા નથી બોધમાંથી પોતાના પ્રયોજનનું તથ્ય તારવી તારવીને એ આત્મસાત્ કરી લેતા હોય છે. પ્રયોજનની વાત ગ્રહણ કરવામાં એ સ્વભાવિકપણે જ નિપુણ હોય છે. આવા આત્માને ઈશારો પડા કાફી હોય છે. આ તો મેં સાંભળેલું છે' – “આ તો હું જાણું જ છું – એવું વિચારી એ
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy