SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩પ૭ જીવને મેં ઘણું કર્યું - ઘણું કર્યું . એમ લાગે છે. પણ કાર્ય કરવાની કોઈ વિધિ રીત તો પોતે જાણતો જ નથી. અવિધિએ આકરાં પ્રયત્નો કર્યા - ઉધે માથે તપ તપ્યાં. પણ એમ કાંઈ બાજી ઓછી સુધરે ? કર્તાપણાના કારમાં મદમાં જીવ આ વિચારતો નથી. પહેલા તો પોતાની પરમાર્થ સાધનાની બાજી બેહદ બગડી ચૂકી છે એનું ચોંકાવનારૂં ભાન અને હવે હું પામર શું કરું – એવી વિમાસણ થવી જોઈએ. પછી સાચા સદ્ગુરુની ખોજ પેદા થવી જોઈએ... એને એવા પરમગુરુને સમર્પિત થઈ જવાની પિપાસા પ્રગટાવી જોઈએ. અંતરની અગાધ શાંતિ અનુભવાયા પછી જીવ મક્કમ નિર્ણય કરી શકે છે કે વિષયો રાખવા યોગ્ય નહીં પણ પરિહરવા યોગ્ય છે. વિષયો પરિહરવા માટે એને પછી જોર નથી કરવું પડતું. શાંતિધારા સંવેદવામાં નિમગ્ન ચિત્ત વિષયોને આપોઆપ જ ભૂલી રહે છે. જON ભાઈ! તમને આ નહીં સમજાય... પણ ... અંદરમાં ઠરીને આત્માનંદીપણે જે જીવન જીવાય એ જીંદગી કેવી ગહનમાધુર્યથી ભરેલી છે એ કહ્યું જાય એવું નથી. જીવન અગાધ આનંદમયી બની રહે છે ને દુઃખમાત્ર સાવ નગણ્ય અને નહિવત્ જેવા બની જાય છે. અધ્યાત્મપ્રવણ પુરુષો જે સઘન સૌખ્યપણે જીવન જીવે છે એ દેવોને પણ કલ્પનામાં ન આવી શકે એવું છે. ગહેરો ગહેરો અતિ ગહેરો આનંદ આઠે પહોર અનુભવાય છે. આ આનંદમાં ઉન્માદ નથી - ઉછાંછળાપણું નથી: છે ગહેરી પ્રગાઢ પ્રશાંતિ... હું જે કાંઈ કરું તે મારા અંતર્યામને મંજુર છે કે નહીં એની મને સતત ખેવના રહે છે. અંતર્યામિને નામંજુર એવું કોઈપણ કાર્ય કરવા હું લગીર ઉસુક નથી. અંતર્યામિનો મંજુલમાં મંજુલ ધ્વનિ પણ સુણવા મારું હૃદય સદૈવ તત્પર રહે છે. છOS જે નાદાન માનવી અંતરાત્માના પવિત્ર અવાજને સુણવા કાળજી કરતો નથી ને એ સૂરની વિરૂદ્ધ કરણી કરવા લાગી જાય છે એ માનવી મહાદુઃખી જ થાય છે. એનું અંતઃકરણ ચેતનારહિત બની જાય છે. અંત:કરણની પ્રસન્નતાનો પરમાનંદ એ ખોઈ બેસે છે..
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy