________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સમજણ કેળવવી એટલે માત્ર સુવિચારણા કરી તોષ માનવો એમ નથી. ગહનભાવના વડે ચિત્તમાં ‘ડા સંસ્કારનું આરોપણ કરવાનું છે. અગણિત વાર એવી ભાવના ભાવી ભાવીને સમજણને ખૂબ ખૂબ પરિપક્વ અને સામર્થ્યવંત બનાવવાની છે.
©OS જે સમજણ સહજતયા આચારાન્વિત ન થાય એ સમજણ હજું એવી પરિપક્વતા પામી નથી. જે સમજણથી જીવનમાં સાધુતાની સુવાસ મહેકી ઉઠે, – જીવન સ્વભાવતઃ સંતતુલ્ય બની જાય – તિર્થસ્વરૂપ બની જાય, – એ સમજણ જ પરિપક્વ થઈ ગણાય.
દુનિયાના રત્નો એ તો માત્ર ચમકતા પથ્થરના ટુકડાઓ જ છે. સમજણરૂપી રત્નોનો ભંડાર એ જ ખરું ધન છે. જ્ઞાનીઓ કહે છે કે સમજ્યા તે સમાઈ ગયા' – અર્થાતુ જેઓ ખરેખરૂં સમજ્યા એ તો પ્રગાઢરતીથી સ્વરૂપમાં જ ઊતરી ગયા...ઓતપ્રોત થઈ ગયા.
સમજણની પરાકાષ્ટા તો સ્વરૂપમાં ડૂબી જઈ, એમાં જ ચકચૂર લયલીન થઈ જવામાં છે. આધ્યાત્મિક સમજણનો ફલીતાર્થ સ્વરૂપલીન બની; સંસારની તમામ બલા વિસરી જવામાં છે. વિરલ જીવોમાં આવી સમજણની આત્યંતીક ઉન્નતસ્થિતિ સર્જાય છે.
સમજણ જેમ જેમ કેળવાતી જાય છે એમ એમ પરાપૂર્વથી ચાલી આવતી અપરંપાર મિથ્યા માન્યતાઓ ગળતી જાય છે. સમજણના વિકાસ સાથે જીવને વિવેકભાન લાવે છે કે, પોતે ભૂતકાળમાં અસંખ્ય ભૂલો કરી છે. આ ભાન જીવનમાં અભુત ક્રાંતિ લાવનાર બને છે.
વિવેકવાન જીવે તો સમજણ કેમ વધુ ને વધુ સુસ્પષ્ટ અને પારદર્શી બને એ યત્ન કરવાનો છે. કોઈ પણ વિષયની ઊડી તલસ્પર્શીય સમજણ ખીલવવાની છે. સમજણ એટલે માત્ર વિચારો નહીં પણ ગહન આંતરસૂઝ – હૈયા ઉકલત.
1
-
- -
-
ખરેખરી કસોટીની વેળાએ સમજદારી ટકાવી રાખવી એ ઘણું કપરામાં કપરું કાર્ય છે. સમજણના મૂળ અંતઃકરણમાં ખૂબ ઊંડા ગયા હોય તો જ એ સંભવ છે. કસોટીકાળમાં પણ સમજણ એવી ને એવી ટકાવી શકે એ વીરનર સ્થિતપ્રજ્ઞ થઈ શકે છે.