SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૮૯ ભિખારી હોય ને તુટેલું ભિક્ષાપાત્ર માત્ર હોય; પણ એના પરની થનગાઢ મુછના કારણે એ મહાપરિગ્રહી છે... અને... ભલે ચકવર્તી હોય પણ ભીતરથી વિરક્ત હોય; ભોગોપભોગ કે એના સાધનો પ્રતિ મૂછ ન હોય તો પરમાર્થથી એ અપરિગ્રહી છે. મોહાંધ જીવોને સાવ નાચીઝ જેવી વસ્તુ ખાતર પણ વિવાદને વિખવાદ કરતા જોઈએ છીએ ત્યારે થાય છે કે આ જગત પર મોહનું કેવું જાલિમ જોર છે? મોહ જીવોને આંધળોભીંત બનાવી ભટકાવી દે છે... શ્રેયપંથ ચૂકાવી ગુમરાહ બનાવી દે છે. મહિનો જવર તીવ્ર ચઢયો હોય એવા બાપડા જીવને અણમોલ એવો સત્સંગ પણ રુચતો નથી ! વૈરાગ્યની વાતો કે એવી વાત કરનાર પણ રુચતા નથી : સવાંચન-ચિંતનેય પાલવતું નથી. કાળાનુક્રમે મોહનવર મંદ પડ્યે જ વાત કાંક રાગે પડે છે. કાયાની માયાના ફાંસલામાંથી જીવ બહાર આવી જાય તો અતિ ઉગ્ર આત્મપુરુષાર્થ ચરવો પણ આસાન થઈ પડે છે. તન-મન સેવક જેવા બની, પરમઉદ્દેશની પૂર્તિમાં એ પુરકબળ જેવા બની રહે છે ને જીવ સાધનામાં એકતાન બની શકે છે. જીવની સાધના પરત્વે જે પરમાવગાઢ નિષ્ઠતા જોઈએ એ આજે મહદ્દપ્રાયઃ ક્યાંય કરતા ક્યાંય જેવા મળતી નથી ! જગતની તમામ મોહ કીડાઓ બલારૂપ ભાસે એવી પરમ અવગાઢ આત્મરતિ ક્યાંય જામેલી જોવા મળતી નથી ! જઈONS આત્માર્થી જીવે આત્મજ્ઞાન-ધ્યાન-મગ્નતા અર્થે પાત્ર થવા પાંચ મહાવ્રતો સહજ સ્વાભાવિક આચરણરૂપ બનાવી દેવા ઘટે છે. પાંચ મહાવ્રતોનું ઉત્કૃષ્ટ બહુમાન હેયે અવધારી... એના પરિપાલનમાં કોઈ વાતે ય કમી ન આવે એ જોવું ઘટે છે. અલબત, મહાવ્રતપાલન જેટલો જ મર્યાદિત મુનિધર્મ સમજી લેવા યોગ્ય પણ નથી. પરમાર્થથી મુનિધર્મ તો લયલીન એવી આત્મરમણતા એ જ છે. નિવૃત્તિયોગમાંથી પ્રવૃત્તિયોગમાં આવતા... એકપણ મહાવ્રત ખંડીત ન થાય તેની તકેદારી જરૂરી બને છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy