________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ જો ભૌત્તિકસુખની ગહનભૂખનું પરમ અવગાઢાત્મરુચિમાં રૂપાંતરણ ક૨વા પામે તો અ.. નં. ત સુખ-શાંતિ-સમાધિના-અનંત તૃપ્તિના-દ્વાર ખુલી જાય છે. એની સમસ્ત તૃષ્ણા ધીમે ધીમે મૂળમાંથી વિલીન થઈ ૨હે છે– સદ્ગુરુની કૃપાથી આ સહજ બને છે.
૩૧૯
મુક્તિમાર્ગ એટલે તૃષ્ણામાંથી તૃપ્તિ તરફ જવાનો માર્ગ: અનાત્મભાવોના અડાબાડ અરણ્યમાંથી ‘આત્મભાવ’ના અલૌકિક પથ પ્રતિ જવાનો માર્ગ: જગના સંગ સમસ્તથી પરવારીને પરમ નિઃસંગપણે નિજાનંદની નિબિડઘન મોજો માણવાનો માર્ગ. અહાહા... એની કથા અવર્ણનીય છે.
ON
તૃષ્ણાની ખીણમાંથી ધીરે ધીરે ઉર્ધ્વગમન કરી કરીને, તૃપ્તિના ચરમશૃંગે જઈ બીરાજવાની પરમસાધના એનું નામ મોક્ષમાર્ગ છે. સાધકે સતત સમસ્ત ચેતનાનું ઉર્દ્વારોહણ સાધી સાધીને-મધ્યમાં ક્યાંય રોકાયા વિના – કૈવલ્યદશાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનું છે.
©`
માનવી ખરેખર યથાર્થ રૂપમાં નિપટ અજ્ઞાની ને અનાડી છે. એના અજ્ઞાનની કોઈ સીમા નથી છતાં...એ પોતાને પરમ સર્વજ્ઞ માની વર્તે પ્રવર્તે છે. આ ગર્વ જ એના જ્ઞાનાવરણને દૃઢ કરે છે – આવ૨ણ ભેદાતું નથી ને અંતર્શનનો વિરાટ ખજાનો ખુલતો નથી.
©
માનવીનું જ્ઞાન એવું એકાંગી છે કે પ્રાયઃ માનવી હંમેશા-સિક્કાની એક જ બાજુ જોવાની જેમ – કોઈપણ તથ્યનું એક તરફી જ જ્ઞાન કરે છે. જ્યારે એકતરફી જ્ઞાનનું તાન ચઢે છે ત્યારે બીજી બાજુ જોવા એ લગીર તૈયાર થતો નથી. એકતરફી જ્ઞાન અજ્ઞાનથી ય ભૂંડું છે.
©
જીવને આત્મહિતના અનંત આકાશમાં ઉડ્ડયન કરવું છે ને દશા તો એક પાંખ કપાયેલા પંખી જેવી મજબૂર મજબૂર છે. એની પાસે સ્યાદ્વાદના બોધરૂપી બંને પાંખ નથી. પ્રાણમાં અસીમ ઉત્કંઠા હીલોળા લે છે પણ કેમ ઉડવું ? પ્રમાણજ્ઞાનની પાંખો તો છે નહીં.
હે આત્માર્થી સજ્જન...! કોઈ વેળા તું કદાચ મત્ત-પ્રમત્ત કે ઉન્મત થા તો પણ વિશુદ્ધ ન્યાયપ્રજ્ઞા તો ધારી જ રહેજે. જેવું તારું દિલ છે એવું જ જીવમાત્રનું દિલ છે. કોઈનાય દિલને ઈજા પહોંચી જાય એવું ઉદ્દામ-વર્તન તું કદીયેય કરીશ નહીં. પરમસંયમમાં રહેજે.