________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૦૩
ભગવાનની ય હયાતી વેળાએ... ભગવાનની પણ ભૂલો કાઢનારાને ભગવાનને પણ નકલી કહેનારા જીવો હતા. માટે આવા જગત પાસે પોતાનો ભાવ પૂછાવવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ભગવચેતના પામેલા અગણિતનું સંસાર કોઈ ભૂલ કરી શકેલ નથી.
ઉપલબ્ધિ પામેલ ધર્માત્માએ આ બેભાન જગતમાં બહું બહું સાવધાની વર્તીને જીવવું ઘટે છે. પોતાને બેભાનીનો ચેપ ન લાગી જાય માટે એવા જીવોથી પ્રભાવિત થયા વિના કે એવા જીવોથી ટકરાયા વિના પરમસજાગપણે” જીવવું ઘટે.
જે આત્મધ્યાનીનર ટોળું ભેગું થતાં... એનાથી પ્રભાવિત થઈ જાય છે. એ આત્મધ્યાન અને આત્મજ્ઞાન બંને ગુમાવે છે. માત્ર ટોળાથી પ્રભાવિત થયા વિના જે અંતરથી અલગારી બની રહે છે – અહર્નિશ એકત્વભાવના ભાવે છે – એ જ બચી શકે છે.
વ્યક્તિત્વના વિકાસથી જીવને વિભ્રમ થાય છે કે આત્મવિકાસ થયો છે. પણ વ્યક્તિત્વના વિકાસથી સ્વત્વનો વિકાસ કંઈ જ થતો નથી. વ્યોમોહિત થઈ જાય તો સ્વત્વનો વિકાસ ઉલ્ટો રંધાય જાય છે... અગણિત જીવોનું આવું બન્યું છે.
ટોળું બહું બહું તો તમારી સ્મશાનયાત્રામાં સાથે આવશે - તમારી એટલે તમારા દેહની; તમે તો એકલા અટુલા ન માલૂમ કઈ ગતિમાં... લાખો દેવો તમારી સેવામાં હોય તોય શું? આખર તો તમે એકલા ને એકલા જ માત્ર આત્મઆધારે રહેવાના છો.
માનવીનું અચેતન મન... અહાહા... અગાધ ગહેરૂને અમાપ વિચિત્રતાઓથી ભર્યું છે. એથી જ માનવી ક્યારેક સુધબુધ ગુમાવી અત્યંત વિચિત્ર ભાસે એવું વર્તન કરે છે. જ્ઞાની આ તથ્ય જાણતા હોય, એ એવી કોઈ વર્તણુકને ગંભીરતાથી લેતા નથી.
પોતાના દોષથી પૂર્ણપણે સભાન થયા વિના બેહોશીમાં જ માનવી માફી પણ માંગે છે. ને પુનઃ પુનઃ એવી ભૂલો પણ કર્યું જાય છે. ભૂલ પ્રત્યે એ અંતરથી સભાન થતો જ નથી. માનવીને તો ભૂલ પણ કર્યો જ જવી ને ક્ષમા પણ માંગ્યે જવી એવું પાખંડી વલણ ફાવી ગયું છે.