SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સાધનાપથ અને આત્મજ્ઞાન પસ્તાવાનો પાવક તો ખરેખર એવો પ્રજ્જવલીત થવો જોઈએ કે એક દોષની સાથે અનેક બીજા દોષો પણ બળીને ભસ્મીભૂત થઈ જાય... અને સમગ્ર ચેતનાનું શુદ્ધિકરણ થઈ નવો જ અવતાર ધારણ કર્યો હોય એવી ભગવતીચેતના ખીલી રહે. 0 વરસોથી પ્રતિક્રમણ કરવા છતાં... જો માંહ્યલો આખો ને આખો રૂપાંતર પામી ન રહે અને એવો ને એવો જ કામી-ક્રોધી-લાલચુ-દંભી-ઘમંડી ને ઇર્ષાળુ બની રહે તો પ્રતિક્રમણ કર્યાની ફળશ્રુતિ શું ? પુનઃ પાપદોષ ન થાય એવી પરમ કાળજી પ્રગટવી જોઈએ. @> જીવ ગર્વ લે છે કે અમે તો આટલા વર્ષોથી નિત્ય આટલી સામાયિક કરી – પણ, જો સ્વાભાવિક સમભાવની પરિણતિ પોતાના જીવનનો પર્યાય ન બની ચૂકી તો એની ફળશ્રુતિ શું ? ભાઈ.. સામાયિક એટલે જ તો સમભાવનો સઘનઘન અભ્યાસ. 0 જીવ તત્વાભ્યાસનો ગર્વ લે છે પણ - જો મમતા મરાણી નથી કે મોળી પણ પડી નથી તો તત્વાધ્યયનની ફળશ્રુતિ શું ? મમતા વિલીન ન થાય ને સમતા મહોરી ન ઉઠે તો વરસોના વરસોની જંગી જીવન સાધનાની પણ ફળશ્રુતિ બીજી શું ?? . 70≈ રે ધર્માત્મા તરીકે પંકાવા છતાં, મમતા જેને પૂર્વવત્ રુચે છે એને સમતાસુખની ઝાંખી મળી નથી. આત્મિકશાંતિની એણે ચર્ચાઓ કરી જાણી છે પણ બુંદેય ચાખ્યું જણાતું નથી. વાતો કરનારા ગમેતેટલા હો પણ એનો આસ્વાદ માણનારા તો ? 70 સ્વભાવસુખનું બૂંદ પણ જેણે ચાખ્યું – એ પછી એનો પરમપૂર્ણ આશક બન્યા વિના રહે નહીં. એ ઝલક લાધ્યા પછી એમાં જે ડૂબી જવાના બદલે મમતાને મમળાવવાનું જે ચૂકતા નથી એ તો તળાવે આવી તરસ્યા રહેનારા જેવા હતભાગી ને દયાપાત્ર છે. 70 હે જીવ ! મમતાને તો તે અનંતવાર અજમાવી જોઈ છે. એથી આખર તને શું મળ્યું એય સ્પષ્ટ છે. હવે એકવાર સમતાને દિલેરીથી અજમાવી જો. ખરે જ તારૂ ચરિત્ર આખું બદલાય જશે. સાધુપુરુષ બની જઈશ. સાચા અર્થમાં
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy