________________
સાધક અને સરળતા
૩૮૯
સ૨ળતા છે. બાળજીવોની ઉત્કટ લાગણીને ઠેસ પહોંચી જાય એ પ્રકારે સત્યાસત્યનું મંડન-ખંડન કરવા મચી પડવું એ ઉચિત નથી. સ૨ળ આત્મા કોઈની એવી લાગણીને નિર્મમપણે છેદતા નથી. પણ ધી૨જકુનેહ ને સંયમપૂર્વક એની મરામત અવશ્ય કરી જાણે છે. નિર્હેતુક કોઈના હ્રદયને નાનીશી ઠેસ પહોંચાડવી પણ સરળ આત્માને પસંદ હોતી નથી. સરળ આત્મા સામાનું અંતરથી પરિવર્તન થાય એ જોવા ઉત્સુક હોય, એ ઘણી ધીરજથી અને ધગશથી ઉપચાર કરતા હોય છે. મૂળભૂત હેતુ જ માર્યો જાય એવા આખાબોલા કે એવા નિડ૨વક્તા એ થતા નથી. સામાનું હિત થતું હોય એવો અને એટલો જ યત્ન ક૨વો; બાકી સ્વહિતમાં જ ઝાઝા ઉત્કંઠીત રહેવું એ ઘણી મહાન સ૨ળતા છે.
સાધનામાર્ગમાં પોતાની કક્ષા અર્થાત્ ભુમિકા ધ્યાનમાં લઈને સ૨ળ આત્મા યથોચિત પુરુષાર્થ ક૨વા તત્પર બને છે. માન-સન્માન યા અન્ય હેતુથી કોઈ જ ધર્માચરણ એ સેવતા નથી. પોતાના ગજા બહારની સાધના સાધવા એ ઉધુક્ત થતા નથી. તેમ સામર્થ્ય ગોપવીને મંદ પુરુષાર્થી પણ થતા નથી. પોતાનું સામર્થ્ય વધુ ને વધુ ખીલવવા એ સદા ઉમેદ પણ રાખે છે. ખરે જ સાધનામાં સરળતા હોય તો સાધના ઘણી સુગમ બની રહે છે.
જ્ઞાનીજન સીધો સાદો અને સુસ્પષ્ટ માર્ગ બતાવતા હોવા છતાં એ માર્ગે ચાલવાના બદલે... પોતાની મનસુબી મુજબ... ભળતા માર્ગે કે ભળતી કેડીએ ચાલવાની ચેષ્ટા એ સ૨ળહૈયાનો અભાવ સૂચવે છે. સ૨ળ આત્મા તો સત્પુરુષો જે માર્ગ કે ઉપાય બતાવે એને સંનિષ્ઠ રહી આત્મવિકાસ સાધે છે. આથી સરળ આત્માને ભટકી જવાની ભીતી બહુ અલ્પ હોય છે.
સરળ આત્મા કેવલ પોતાની મનસુબી મુજબ ન ચાલતા સામાની મરજીનો પણ સૌહાર્દભાવે વિચાર કરતા હોય છે. એ નિર્હેતુક સામાની ભાવના અવગણવાનું ક૨તા નથી. પોતાની કરતાય સામાની મરજીને એ વધુ માન આપે છે. રાંક થઈને રહેવામાં એને વિશેષ આનંદ આવે છે. બીજાથી પોતાને વધુ ઉચ્ચ દેખાડવા કે કોઈ ઉપર છાકો પાડવા એ કદી ઉત્સુક થતા નથી. દીનબંધુ ૫રમાત્માની મહે૨ મેળવવા એ દીન થઈને રહે છે. લઘુતામાં જ સાચી પ્રભુતા રહેલી જાણી એ સદૈવ લઘુ બની જીવે છે.
અંતવૃત્તિને દેખ્યા-પેખ્યા વિના, કોઈ અકળ તો૨માં ને તોરમાં આકરા વ્રત-તપ-નિયમમાં ઝુકાવવું ને કારમા મદ સેવી પોતાને મહાત્મા માની બેસવું, એવું બધુ સ૨ળ આત્માને સ્વપ્ને ય સુહાતુ નથી. સરળ આત્મા નિયમ લે તો કોઈ પણ ભોગે એ પાળી જાણે છે. ગુરુના ખાસ આદેશને એ ૫૨મ શ્રદ્ધેયભાવે શિરોધાર્ય કરી કોઈ પણ ભોગે પાળવા તત્પર રહે છે.
હૈયામાં પ્રેમ ન હોય ને પ્રેમનો દેખાડો કરી જાણવો કે હૈયામાં જેઓ પ્રતિ આદર-સદ્ભાવ ન હોય તેઓનો આદર દેખાડવા ચેષ્ટા કરવી એ સરળહ્રદયવાન સાધકથી સંભવિત નથી. જો કે એના સાલસ હૈયામાં કોઈ પ્રતિ અસદ્ભાવ કે અનાદર હોતો નથી. મહદ્વ્રાયઃ સર્વ પ્રતિ આદર-સદ્ભાવ જ હોય છે. પણ હૈયાની સંવેદના ન હોય તો ખોટો દેખાવ કરવાની ચેષ્ટા એ કરતા નથી.
સરળ આત્મા સામા કોઈને પોતાના કારણે બિલકુલ તકલીફ ન પડે એમ જીવવા ઉત્સુક હોય છે.