________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૫
જીવની અપાર ભ્રાંતિઓ છેદી નાખી જે નિર્મળ વસ્તુદર્શન કરાવી આપે તે સત્શાસ્ત્ર છે – તે સમ્યગ્ ચિંતન છે. ભૂલ ભરેલી ભ્રમણાઓનું ભાન થાય ને તદર્થ નેકદિલનો પશ્ચાતાપ પ્રજ્જવળી ઉઠે તો ભ્રાંતિના મેલો સળગી જઈ, નિર્મળજ્ઞાનની પ્રાપ્તિ થાય.
70
સઘળું જોનાર અને સઘળું જાણનાર જે આપણી ભીતરમાં બેઠેલ છે એને જ જોવો ને જાણવો એ ધર્મનો પાયો છે. જીવ અપાર જાણે છેઃ પણ ભીતરમાં જે જાણનાર સત્તા છે એની જ જાણકારી નથી ! એ પરમસત્તાને પિછાણી એમાં જ પરમલીન થવાનું છે. .
©`
ઝેરી સાપ કરડેલ હોય તો એનું વિષ જ્યાં સુધી દેહમાં મોજુદ હોય ત્યાં સુધી કડવો લીમડો ખવડાવ્યા કરે તો પણ એ લગીર કડવો લાગતો નથી. એમ ભ્રાંતિનું વિષ હ્રદયમાં મોજુદ હોવાથી કડવો સંસાર પણ જીવને કડવો માલુમ પડતો નથી.
70
ઝેરી મેલેરીયા થયેલ હોય તો મધુર પકવાન પણ રૂચે નહીં – એ ખાવાનું નામ લ્યો તો પણ ગમે નહીં – એમ મોહજ્વર હોવાના કારણે – મધુર પકવાન સમો રૂડો ને રમ્ય સ્વભાવધર્મ (સ્વભાવરમણતારૂપ ધર્મ) આ જીવને રુચતો-જચતો નથી.
70
ભાઈ ! સ્વભાવને પિછાણી સ્વભાવમાં ઠર્યા કરવાનું છે: બીજું કાંઈ કરવાનું રહેતું નથી. અહાહા... કેવી સરળ સુગમ છતાં કેવી અનંતમધુર આરાધના છે આ ? જીવ જો આવી સુગમ સાધનામાં ઓતપ્રોત થઈ જાય તો શીઘ્ર નિર્વાણ સુખને પામી જાય. એમાં કોઈ સંદેહ નથી.
0
આત્મમગ્નતાનું કાર્ય વસ્તુતઃ તો... એટલું સરળ, સુગમ, સહજ, સ્વાભાવિક છે કે ધર્મરુચિવંત બધા આત્માઓથી એ સહજ બની શકે. અનન્ય આસ્થા જોઈએ. આ માર્ગે જીવ થોડા કદમ માંડી જુએ તો એને સ્વયં રાહ ઘણો સુગમ જણાય આવશે.
70
શરૂમાં થોડોકાળ આત્માને ઓળખવા – આંખો મીંચી, અંતર્મુખ થઈ – પ્રયાસ આદરવો ઘટે. એકવાર સુપેઠે આત્મા ઓળખાયા પછી એ ઓળખ કદી ભૂલાતી નથી. જ્યારે મન થાય ત્યારે એ જ્ઞાનઆનંદ-શાંતિના સાગર'માં ડૂબકી લગાવી શકાય છે.