SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવની જડતા અને વક્રતા એવી જાલિમ છે કે જીવ કાર્ય કરવાની યથાયોગ્ય વિધિ તલાસવા પણ તૈયાર નથી. મન માની ધારણા મુજબ એને કાર્ય કરવું છે – એ કેમ બને ? જીવ કોઈ જ્ઞાનીજનને પૂછતો ય નથી કે મારા વાસ્તવઃ કલ્યાણનો ‘અચૂક’ ઉપાય શું છે? ૧૭૮ આજપર્યંત મનમાન્યું કરીને જીવે પોતાનું અનંત બગાડ્યું છે. એના ભીષણ પુરુષાર્થો ઉલ્ટાના ભવહેતુ થયા છે. મુક્તિ ઉલ્ટાની દૂર ગઈ છે. અહાહા... જીવ કેટલું ચૂક્યો છે? પણ ન તો એ ‘જડતા’ ખંખેરવા તૈયાર છે કે ન તો ‘વક્રતા’ દૂર કરવા તૈયાર છે. 70 1 એક નાનું પણ કાર્ય સંપન્ન કરવું હોય તો એની એક નિશ્ચિત વિધિ હોય છે – એ વિધિએ જ એ કાર્ય સંપન્ન થાય છે. તો અનંતભાવીના અનંતા દુઃખોમાંથી ઉગરવા અર્થે કોઈ નિશ્ચિત વિધિ જ ન હોય એવું કેમ બને ? એની ખૂબ ચોક્કસ વિધિ છે. – જે ગુરુગમથી જ સમજાય. 1010 સદ્ગુરુ સમાગમમાં રહી પહેલા તો પ્રકૃતિના વેગ-આવેગ અત્યંત શમાવી દેવા રહે છે. બર્હિદૃષ્ટિ નીવારી અંર્તŁષ્ટિવાન બની જવું પડે છે. સ્વભાવમય બની જવું ઘટે છે. પ્રચૂર સ્વભાવલીનતા સાધવી ઘટે છે. પોતાની પ્રકૃતિને આખીને આખી આમૂલફૂલ પલટાવી લેવા જે તત્પર થાય છે એ જ અનંતહિત સાધવા અધિકારી છે. કદાચ, જીવને આ કાર્ય ખૂબ કપરૂ લાગેઃ પણ એના લાભ એવા અનંતભવ્ય છે કે જીવનું અનંતભાવી એથી સુધરી જાય એવું છે. 70 એક જ ભવમાં અનંતભાવીનું અપરિમેય શ્રેયઃ સધાતું હોય તો જીવે તદર્થ કેવા ગંભીર બની જવું ઘટે કેવા સ્થિર અને શાંત બની જવું ઘટે ? કેવા ધ્યેયનિષ્ઠ બની જવું ઘટે ? અન્ય સર્વ જંજાળ કેવી અત્યંત ગૌણ કરી દેવી ધટે ? સ્વભાવમાં કેટલા ઠરી જવું જોઈએ ? @ કિનારે બેસી છબછબીયાં કરે કામ નહીં આવે – મહાસાગરના પેટાળમાં ડૂબકી લગાવવી રહેશે. અસ્તિત્વની ગહન ગહેરાઈઓમાં આસન જમાવવું પડશે. અનંતસુખનો પત્તો તો લાગશે. અનંત અનંત ગહેરાઈમાં સમાવાનું ગજું જોઈશે. તો અનંત સુખ સંવેદી શકાશે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy